• Home
  • News
  • વિધાનસભા પેટાચૂંટણી:કોંગ્રેસે 5 ઉમેદવારના નામ જાહેર કર્યા, અબડાસામાં પ્રદ્યુમનસિંહ સામે ડો. શાંતિલાલ, કરજણમાં અક્ષય પટેલ સામે કિરિટસિંહ જાડેજાને ટિકિટ
post

ભાજપ દ્વારા સાત બેઠકો પર પોતોના ઉમેદવાર જાહેર કરાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 10:33:35

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પૈકી 7 બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે કોંગ્રેસ દ્વારા 5 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં અબડાસામાં ડો. શાંતિલાલ સાંઘાણી, મોરબીમાં જંયતિ પટેલ, ધારીમાં સુરેશ કોટડિયા, ગઢડામાં મોહન સોલંકી અને કરજણમાં કિરિટસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે સાત બેઠકો પર નામ જાહેર કર્યા
ભાજપ દ્વારા સાત બેઠકો પર પોતોના ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં અબડાસા બેઠક પરથી પ્રદ્યુમન સિંહ જાડેજા,ગઢડા બેઠક પરથી આત્મારામ પરમાર, મોરબીમાં બ્રિજેશ મેરજા, ધારીમાં જેવી કાકડિયા, કરજણ અક્ષય પટેલ, ડાંગમાં વિજય પટેલ, કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસના MLAના રાજીનામાથી બેઠકો ખાલી
કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા જેના પગલે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કરજણમાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.

ચૂંટણીનો કાર્યક્રમ

તારીખ

પ્રક્રિયા

9 ઓક્ટોબર

જાહેરનામું બહાર પડશે

16 ઓક્ટોબર

ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

17 ઓક્ટોબર

ઉમેદવારી ફોર્મની ચકાસણી

19 ઓક્ટોબર

ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે

3 નવેમ્બર

મતદાન

10 નવેમ્બર

મતગણતરી

 

adv

Related News

post
post
post
post
post
post
post