• Home
  • News
  • કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી નિધન, છેલ્લાં એક સપ્તાહથી હતા SVPમાં દાખલ
post

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ તરફથી વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાયરસને કારણે નિધન થયું છે. નોંધનીય છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઇ રહ્યા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-27 11:05:56

અમદાવાદ : કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખના નિધનને લઇને ગુજરાત ભાજપના નેતાઓએ પણ દુઃખ વ્યકત કર્યુ હતું. કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની એસવીપી હોસ્પિટલમાં સઘન સારવાર ચાલી રહી હતી તેઓને છેલ્લા ઘણા દિવસથી વેન્ટીલેટર રાખવામા આવ્યા હતા.

સવીપી હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા

પરંતુ તેઓની સારવાર કારગત ન નિવડતા અંતે તેઓ એસવીપી હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. બદરુદ્દીન શેખ જેમનો જન્મ 13 સપ્ટેમ્બર 1952ના રોજ થયો હતો. તેઓ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા હતા આ ઉપરાંત તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તો આ ઉપરાંત તેઓ સ્ટેન્ડિંગ કમિટી, ટાઉન પ્લાનિંગ કમિટી , લિગલ કમિટી તેમજ વીએસ હોસ્પિટલના મેનેજમેન્ટ બોર્ડમાં પણ કામગીરી કરી ચૂક્યા છે. નવગુજરાત કોલેજમાં જીએસ તરીકે રહ્યા બાદ તેમણે લો નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વકિલ બન્યા હતા.અને પછી કોંગ્રેસ સાથે રાજકારણમાં જોડાઇ ગયા હતા.

વરિષ્ઠ નેતા બદરુદ્દીન શેખ

બદરુદ્દીન શેખ ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ અને વરિષ્ઠ નેતા રહી ચૂક્યાં છે. તેમણે અમદાવાદ શહેરની ભક્ત વલ્લભ ધોળા કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું, જ્યારે અમદાવાદની H.K.કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને તેઓ વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

2010માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા

વર્ષ 2010માં કોંગ્રેસનાં નેતા બદરુદ્દીન શેખ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે પણ પોતાની ફરજ બજાવી ચૂક્યાં છે. જ્યારે વર્ષ 2002-2003માં તેઓ amcનાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકેની પણ ફરજ બજાવી છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રવક્તા પણ રહ્યા હતાં. તેઓ અમદાવાદ શહેરમાં સતત 5 વર્ષથી કોર્પોરેટેર તરીકે ચૂંટાઈ આવતાં હતાં.