• Home
  • News
  • વધુ એક MLA કોરોનાની ઝપેટમાં, કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
post

દરેક જનપ્રતિનિધિ સાજા થઈ ચૂક્યા છે, ભરતસિંહ સોલંકી હજુ સારવાર હેઠળ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-17 11:21:49

અમદાવાદ: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે, અને સામાન્ય નાગરિકોની સાથે સાથે નેતાઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યાં છે. આજે  વધુ એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


અત્યાર સુધીમાં 7 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોનાગ્રસ્ત
આ પહેલા ગેનીબેન ઠાકોર(ધારાસભ્ય, કોંગ્રેસ),વી.ડી. ઝાલાવડીયા(ધારાસભ્ય, ભાજપ), ઈમરાન ખેડાવાલા(ધારાસભ્ય, કોંગ્રેસ), જગદીશ પંચાલ(ધારાસભ્ય, ભાજપ), કિશોર ચૌહાણ(ધારાસભ્ય, ભાજપ), બલરામ થાવાણી(ધારાસભ્ય, ભાજપ),પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જો કે ભરતસિંહ સોલંકી સિવાય આ તમામ નેતાઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ગયા છે. જ્યારે ભરતસિંહ સોલંકી સારવાર હેઠળ છે. આમ અત્યાર સુધીમાં 7 ધારાસભ્ય  એક પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post