• Home
  • News
  • જૂનાગઢ જિલ્લા પંચાયત અને કેશોદ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા છીનવાઈ, 9 તાલુકા પંચાયતમાં 6માં ભાજપ, 2માં કોંગ્રેસની જીત, એક અનિર્ણીત
post

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 3 અને કોંગ્રેસને 27 બેઠક મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 09:36:30

જુનાગઢ જિલ્લા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી છિનવી લીધી છે. કુલ 30 બેઠકમાંથી 22 બેઠક ભાજપને અને 6 બેઠક કોંગ્રેસને મળી છે. તેમજ 2 બેઠક પર અન્ય પક્ષે કબજો મેળવ્યો છે. તેમજ કેશઓદ નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. 9 તાલુકા પંચાયતમાં 6માં ભાજપ અને 2માં કોંગ્રેસની જીત થઇ છે. એક તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઇ થતા અનિર્ણીત થઇ છે.

2015નું રિઝલ્ટ
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 3 અને કોંગ્રેસને 27 બેઠક મળી હતી. જૂનાગઢની 9 તાલુકા પંચાયતમાં 2015માં 158 બેઠકમાં 33 ભાજપ, 122 કોંગ્રેસ અને 1 બેઠક અન્યને મળી હતી. કેશોદ નગરપાલિકાની 36 બેઠક પર 2015માં ભાજપને 23, કોંગ્રેસને 12 અને 1 બેઠક અન્યની મળી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post