• Home
  • News
  • સહારનપુરમાં કોંગ્રેસ મહાસચિવ:કાળા કુર્તા, ગળામાં ભગવો ગમછો અને માથા પર તિલક; ખેડૂત મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધી નવા અંદાજમાં દેખાયા
post

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટીના જય જવાન-જય કિસાન કાર્યક્રમ હેઠળ બુધવારે સહારનપુરના ચિલકાનામાં ખેડૂતોની મહાપંચાયતમાં ભાગ લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-11 10:17:13

કૃષિ કાયદાના વિરોધમાં સડકથી સંસદ સુધી સંગ્રામ ચાલી રહ્યો છે. ખેડૂત નેતાઓ અને રાષ્ટ્રીય લોકદળ (RLD) બાદ હવે કોંગ્રેસે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખેડૂત મહાપંચાયત મારફતે પોતાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટીના જય જવાન-જય કિસાન કાર્યક્રમ હેઠળ બુધવારે સહારનપુરના ચિલકાનામાં યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં ભાગ લીધો હતો.

મંચ પર પહોંચી પ્રિયંકાના અંદાજની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. પ્રિયંકા કાળા કુર્તા, ગળામાં ભગવો ગમછો અને લાલ તિલક લગાવી મહાપંચાયતમાં પહોંચી. આ અગાઉ શાકુંભરી દેવી મંદિરમાં પૂજા કરી. ત્યારબાદ તેઓ રાયપુર સ્થિત ખાનકાહમાં હજરત રાયપુરીની દરગાહ પહોંચી.

કૃષિ કાયદાથી મોદી સરકાર સુધી, પ્રિયંકાની ખાત વાત....

1. નવો કૃષિ કાયદો રાક્ષસની માફક, તેને ઉદ્યોગપતિઓ માટે તૈયાર કરવામાં આવ્યા
હું માતા શાંકુભરી દેવીના આશીર્વાદ લઈને આવી છું. એક વખત ભીષણ દુષ્કાળ પડ્યો, શાકુંભરી દેવીએ સો આંખોથી આંસુ વહાવ્યા ત્યારે નદીઓમાં પાણી આવ્યું અને ખેડૂતનું સંકટ દૂર થયું. નવો કૃષિ કાયદો રાક્ષસની માફક છે, તે ઉદ્યોગપતિઓ માટે બનાવવામાં આવ્યો છે. એક કાયદો ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડશે. બીજો કાયદો મંડીઓ ખતમ કરશે.આ કાયદાથી તમારી ઉપજની યોગ્ય કિંમત મળશે નહીં.

2. કાયદો પાછો ન ખેંચવામાં આવે ત્યાં સુધી પાછાં નહીં હટીએ
પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે ખેડૂતોને કહ્યું કે આ તમારી જમીનનું આંદોલન છે, તમે પાછાં પડશો નહીં. અમે તમારી સાથે છીએ, જ્યાં સુધી બિલ પાછું ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી ત્યાં અડગ રહો. જાગી જાઓ, જેનાથી તમે આશા ગુમાવી રહ્યા છો, જેમની પાસે તમે આશા રાખી રહ્યા છો તે તમારા માટે કંઈ જ નહીં કરે. હવે તમે સમજી જાઓ. જેઓ તમને મોટા મોટા વચન આપે છે તેમના શબ્દ ઠાલા હોય છે.

3. ઉદ્યોગપતિઓ માટે હૃદય ધબકે છે
આ હૃદય કેટલાક ઉદ્યોગપતિઓ માટે જ ધબકે છે. સરકાર રૂપિયા 16,000 કરોડના 2 પ્લેન ખરીદે છે. 20,000 કરોડ નવી સંસદ પાછળ ખર્ચ કરી શકે છે, પણ આ સરકાર ખેડૂતોના રૂપિયા 15,000 કરોડની બાકી રકમ આજ દિવસ સુધી ચુકવણી કરી નથી.

4. કાળા કાયદા સંગ્રહખોરો માટે દરવાજા ખોલશે
ખેડૂતનો દિકરો સીમા પર શહીદ થાય છે. ખેડૂતનો દિકરો જ દિકરો પ્રધાનમંત્રીની સુરક્ષા કરે છે. પ્રધાનમંત્રી ખેડૂતોને ઓળખી રહ્યા નથી. કેન્દ્ર સરકારના કાયદા સમગ્રહખોરો માટે દરવાજા ખોલી દેશે. તમારા પાક કેવી રીતે ખરીદો તે ઉદ્યોગપતિઓ નક્કી કરશે. સરકારી મંડીઓ બંધ થઈ જશે. સંગ્રહખોરો પ્રાઈવેટ મંડીમાં પાક રાખશે. તે પોતાની ઈચ્છા પ્રમાણે પાકનો નિકાલ કરી શકશે.

5. કોંગ્રેસની સરકાર બનશે તો કાયદા ખતમ કરી દેશે
કોંગ્રેસની સરકાર બનશે તો કાયદા તમારી મદદ માટે બનશે, નહીં કે કોઈનું શોષણ કરવા. જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે કાયદા પાછાં ખેચવામાં આવશે અને તમને સમર્થન મૂલ્યની પૂરી કિંમત મળશે. અમે તમારા જીવન અને જીવન સાથે રાજકારણ કરશું નહીં. આ લોકો તમારી પરવાહ કરતા નથી. અમે તમને ધર્મ અને જાતિના નામે તોડશું નહીં. અમે તમારું વિભાજન કરશું નહીં, અમે તમને જોડશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post