• Home
  • News
  • કોંગ્રેસના ધારાસભ્યો કામ હોય ત્યારે બહાર જાય છે અને અમુક રાત્રે ઘરે પણ જતા રહે છેઃ લલિત વસોયા
post

અમને નજરકેદ નથી કરાયા, સ્વૈચ્છાએ નીલ સિટીમાં રોકાયા છીએ: વસોયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-09 12:01:46

રાજકોટ: કોંગ્રેસે સૌરાષ્ટ્રના પોતાના ધારાસભ્યોને બચાવવા માટે રાજકોટના રિસોર્ટમાં રાખ્યા છે ત્યા સોમવારે દિવસ દરમિયાન ધારાસભ્યોને સવારથી સાંજ સુધી મોજ મજા અને ગપ્પા માર્યા હતા. સાંજે તમામ ધારાસભ્યોની વિધાનસભાના વિરોધ પક્ષના નેતાએ બેઠક બોલાવી પક્ષપલ્ટુ ધારાસભ્યોના મત વિસ્તારમાં જઇ આંદોલનાત્મક કાર્યક્રમ કરવા અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો કે જેમના ઘર રાજકોટ શહેર અથવા આસપાસમાં જ છે તેઓ રાત્રે પોતાની ઘરે જતા રહે છે અને જે ધાસરાભ્યોને દિવસ દરમિયાન કંઇ કામ હોય તો બહાર પણ જાય છે.

અમને નજરકેદ નથી કર્યાંઃ વસોયા
કોંગ્રેસના ધારાસભ્યોએ રવિવારે ધરણાં કર્યા બાદ સાંજે ધારાસભ્ય લલિતભાઇ કગથરા, લલિતભાઇ વસોયા સહિતના પોતાની ઘરે જતા રહ્યા હતા અને સોમવારે સવારે 11 વાગ્યા સુધીમાં ફરી નીલ સિટી રિસોર્ટ ખાતે આવી ગયા હતા. દિવસ દરમિયાન ધારાસભ્યો પોતાનુ અંગત કોઇ કામ અથવા કોઇને મળવાનું હોય તો તે રિસોર્ટમાંથી બહાર પણ જઇ રહ્યા છે. વસોયાએ જણાવ્યું હતું કે રિસોર્ટ ખાતે અમે તમામ ધારાસભ્યો સ્વૈચ્છાએ આવ્યા છીએ. અમને નજર કેદ નથી કર્યા. ધારાસભ્યોને કંઇ કામ હોય ત્યારે બહાર જાય છે અને બાદમાં પરત પણ આવી જાય છે. કગથરાએ જણાવ્યું હતું કે રાજકોટમાં મારું ઘર હોવાથી રાત્રે સૂવા માટે હું ઘરે જ જતો રહું છું અને સવારે પરત આવુ છું.

દ્રોહ કરનારા સામે આંદોલન થશેઃ ધાનાણી
વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપની ખરીદી નીતિ સામે અને જે ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે તે તમામ બેઠક પર જઇ આંદોલન કરવામાં આવશેે આ માટે કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઇ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોને જે લોકોએ મત આપ્યા છે તેનો દ્રોહ કરનારા સામે ગુજરાતભરમાં આંદોલન કરાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post