• Home
  • News
  • કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનમાંથી જ ‘કોરોનામુક્ત’સર્ટિફિકેટ લઇને આવશે: પરેશ ધાનાણી
post

રાજ્ય સરકારે રાજસ્થાન, મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 17:53:10

ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા માટે ભાજપ સંપર્ક કરી શકે નહીં અને ધારાસભ્યો તેમની સાથે જ છે તેવું સાબિત થાય તેટલા માટે ગુજરાત કોંગ્રેસે 68 ધારાસભ્યો અને બે ઉમેદવાર સહિત વિવિધ નેતાઓ જયપુરના રિસોર્ટમાં રોકાયા છે. આ ધારાસભ્યો મતદાન માટે ગુજરાત આવશે ત્યારે તેમનું સરકાર સ્ક્રીનિંગ કરશે. જોકે, કોંગ્રેસે જ નક્કી કર્યું છે કે, તપાસમાં કોઇ અનિયમિતતા ન થાય તેટલા માટે રાજસ્થાનથી જ તપાસ કરાવીને કોરોના મુક્તદર્શાવતું હેલ્થ સર્ટિફિકેટ લઇને ધારાસભ્યો આવશે તેમ વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.


અનિયમિતતા થાય તેવી શંકા કોંગ્રેસના નેતાઓને છે
ગુજરાતમાં ગુરુવારે જ કોરોનાના બે કેસ નોંધાયા છે. આવા સંજોગોમાં કોંગ્રેસના ધારાસભ્યોનું પણ સ્ક્રીનિંગ થશે. આથી ગુજરાત સરકાર સ્ક્રીનિંગ કરે અને તેમાં કોઇ અનિયમિતતા થાય તેવી શંકા કોંગ્રેસના નેતાઓને છે. આથી આવું સ્ક્રીનિંગ થાય તે પહેલા જ ગુજરાતના ધારાસભ્યો રાજસ્થાનથી નીકળે ત્યારે જ કોરોના મુક્ત છે કે નહીં તેની આરોગ્ય તપાસ થશે. આ તપાસનું સર્ટિફિકેટ લઇને ધારાસભ્યો આવશે તેમ વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post