• Home
  • News
  • અજીત પવારને લગતા સિંચાઈ કૌભાંડના 9 કેસ બંધ કરવા સામે કોંગ્રેસ-NCP અને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
post

મહારાષ્ટ્રમાં સિંચાઈ કૌભાંડ સાથે સંકળાયેલા 9 કેસ બંધ કરવા સામે કોંગ્રેસ-NCP અને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-26 13:12:00

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સિંચાઈ કૌભાંડ સાથે સંકળાયેલા 9 કેસ બંધ કરવા સામે કોંગ્રેસ-NCP અને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ સાથે જ ફડણવીસ સરકારને કોઈ પણ નીતિ વિષય નિર્ણય લેતા અટકાવવા માંગ કરી છે. જોકે મહારાષ્ટ્રના એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)ના સૂત્રોને ટાંકી સમાચાર એજન્સીએ કહ્યું છે કે બંધ કરવામાં આવેલા નવ કેસ પૈકી કોઈ પણ કેસ અજીત પવાર સાથે જોડાયેલ નથી. ગત શનિવારથી નાટ્યાત્મક ક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે અજીત પવારે ઉપમુખ્યમંત્રી પર શપથ લીધા હતા. બ્યુરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એક સામાન્ય પ્રક્રિયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે એક સમાચાર એવા પણ આવી રહ્યા હતા કે ACB એ સિંચાઈ કૌભાંડ સાથે જોડાયેલ નવ કેસ બંધ કરશે.

સિંચાઈ કૌભાંડમાં અજીત પવાર પણ આરોપી છે, જે વર્તમાન સમયમાં ફડણવીસની સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. આ કેસમાં વિવાદ વધતો જોઈ ACBના એક વરિષ્ઠ અધિકારી પરમવીર સિંહે જણાવ્યું હતું કે સિંચાઈ સાથે જોડાયેલ ફરિયાદના કેસમાં આશરે 3000 ટેન્ડરોની તપાસ અમે કરી રહ્યા છીએ. તે નિયમિત તપાસ છે, જે બંધ થઈ છે અને બાકી કેસમાં તપાસ પહેલાની જેમ જારી છે. તેમણે કહ્યું હતું કે આજે જે કેસને બંધ કરવામાં આવ્યા છે તેમાંથી કોઈ પણ કેસમાં અજીત પવાર જોડાયેલા નથી. એન્ટી કરપ્શન બ્યુરોએ નોટિફિકેશન પ્રમાણે જે 9 કેસ બંધ કરવામાં આવે છે, તેમાં વિદર્ભ ક્ષેત્રના વાશિમ, યવતમાલ, અમરાવતી અને બુલઢાણાની સિંચાઈ પરિયોજના સાથે જોડાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ સિંચાઈ કૌભાંડને લઈ હંમેશા અજીત પવાર પર નિશાન કરતું રહ્યું છે. વર્ષ 2014માં મુખ્યમંત્રી બન્યા બાદ જે પહેલી કાર્યવાહી થઈ હતી, તે સિંચાઈ કૌભાંડમાં અજીત પવારની કથિત સંડોવણીની તપાસનો આદેશ આપ્યો હતો. આરોપોમાં કોંગ્રેસ-NCPની સરકારના સમયે જ્યારે અજીત પવાર ઉપમુખ્યમંત્રી હતા ત્યારે આશરે રૂપિયા 7000 કરોડની હેરાફેરીનો આરોપ છે. સિંચાઈ કૌભાંડમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP સરકાર સમયે અનેક સિંચાઈ પરિયોજનાને મંજૂરી આપી અને તેના અમલીકરણમાં અનિયમિતતાનો સમાવેશ થાય છે.