• Home
  • News
  • ગાંધીનગર સુધી કોંગ્રેસનો કજીયો પહોંચ્યો, રાજકોટમાં 72 માંથી કોંગ્રેસને માત્ર 4 જ સીટ છતાં ફુદકે ચડી !
post

ફરી એક વખત વિધાનસભા 2022ની ઇન્દ્રનીલ રાજગુરૂએ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે આ ઓડિયો કલીપ ઇન્દ્રનીલ રાજગુરુની છબી ફરી એક વખત ખરડાશે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓને નાલાયક શબ્દ થી સંબોધન કરવું ઇન્દ્રનીલ રાજગુરૂને પણ મોંઘુ પડી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-28 10:22:58

રાજકોટ : રાજકોટ મહાનગરપકાલિકામાં 72 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે માત્ર 4 જ બેઠક છે. છતાં પણ કોંગ્રેસ જાણે કે ફૂદકે ચડી હોઈ તેવું લાગી રહ્યું છે. વિરોધ પક્ષના નેતાની જાહેરાત થતા જ જૂથવાદ ચરમ સીમા પર આવ્યો. કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂએ તો પ્રદેશના નેતાઓને 'નાલાયક' કહી દીધા. ઓડિયો કલીપ વાયરલ થતા રાજકોટ કોંગ્રેસનો કજીયો ગાંધીનગર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચ્યો અને ઇન્દ્રનીલ રાજગુરૂ સામે પગલાં લેવાની માંગ ઉઠી. 

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગે્રસને માંડ ચાર બેઠક જ મળી છે આમ છતાં કોંગ્રેસના નેતાઓ મનોમંથન કરવાના બદલે ટાંટીયા ખેંચમાં જ સક્રિય હોય તેવો કિસ્સો પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને મહાનગરપાલિકાનાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પતિ પ્રવિણ સોરાણી વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થતાં પ્રકાશમાં આવ્યો છે. આ બારામાં પ્રદેશ કોંગ્રેસ સુધી ફરિયાદો પણ થઈ છે. 

મહાનગરપાલિકામાં વિરોધપક્ષ કોંગ્રેસના નેતા તરીકે નિમાયેલા ભાનુબેન સોરાણીના પતિ પ્રવિણ સોરાણીને ઈન્દ્રનીલ રાજજ્યગુરૂ ફોન ઉપર વિરોધપક્ષનું નેતાપદ નહીં સ્વીકારવા ધમકી ભર્યા સ્વરમાં સૂચના કરતાં સંભળાય છે અને અંતે વાત ઉપરવાળા (પ્રદેશ નેતાઓ)ની આવે છે તો ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કહે છે કે, ઉપર તો બધા નાલાયક બેઠા છે. ઓડિયો ક્લિપમાં સંભળાતી વાતચીત મુજબ જેને બોલતા પણ આવડતું નથી તેવા કોર્પોરેટરને વિરોધપક્ષના નેતા બનાવવા સામે ઈન્દ્રનીલ રાજ્યગુરૂ વચ્ચે ફોનમાં ઉગ્ર ચર્ચા થાય છે અને ત્યારબાદ મોબાઈલની ઓડિયો ક્લિપ વાયરલ થાય છે આ બાબત કોંગ્રેસના બે જૂથો વચ્ચે ચાલતા આખલાયુધ્ધની પ્રતિતિ કરાવે છે.

ઇન્દ્રનીલ રાજગુરૂની ફરી છબી ખરડાશે
વિધાનસભા 2017માં રાજકોટ પશ્ચિમ બેઠક પર મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કોંગ્રેસે મજબૂત દાવેદાર તરીકે ઇન્દ્રનીલ રાજગુરૂને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. પરંતુ રૈયા રોડ પર આવેલ બ્રહ્મ સમાજ ચોકમાં ઇન્દ્રનીલ રાજગુરૂના ભાઈ પર હુમલો થયો અને ઇન્દ્રનીલ રાજગુરૂએ મુખ્યમંત્રી પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને ઘરનો ઘેરાવ કરતા ઇન્દ્રનીલ રાજગુરૂની લુખ્ખાગીરી આખા ગુજરાતે જોઈ હતી. જેની અસર વિધાનસભાના પરિણામ પર જોવા મળી હતી. 

જોકે ફરી એક વખત વિધાનસભા 2022ની ઇન્દ્રનીલ રાજગુરૂએ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે આ ઓડિયો કલીપ ઇન્દ્રનીલ રાજગુરુની છબી ફરી એક વખત ખરડાશે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓને નાલાયક શબ્દથી સંબોધન કરવું ઇન્દ્રનીલ રાજગુરૂને પણ મોંઘુ પડી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post