• Home
  • News
  • કોંગ્રેસ ફરી શંકરસિંહ બાપુના શરણે? ભરતસિંહ સાથે બંધ બારણે મુલાકાત બાદ રાજકારણ ગરમાયું
post

ગુજરાતમાં આગામી વિધાનસભા પહેલા જ તડજોડની રાજનીતિ ફરી એકવાર શરૂ થઇ ચુકી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ફરી એકવાર ઘરવાસપીના ભણકારા વાગી રહ્યા છે. બાપુ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સાથે બંધ બારણે બેઠક કરી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-18 12:01:02

ગાંધીનગર : ગુજરાતમાં આગામી વિધાનસભા પહેલા જ તડજોડની રાજનીતિ ફરી એકવાર શરૂ થઇ ચુકી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ફરી એકવાર ઘરવાસપીના ભણકારા વાગી રહ્યા છે. બાપુ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સાથે બંધ બારણે બેઠક કરી રહ્યા છે. 

જો કે બાપુ કોંગ્રેસમાં જોડાશે કે નહી તે અંગેનો આખરી નિર્ણય તો દિલ્હીનાં બેઠેલા હાઇકમાન્ડ દ્વારા જ લેામાં આવશે. અત્રે નોંધનીય છે કે, બાપુ તરીકે ઓળખાતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાય તેવા ભણકારા વાગી રહ્યા છે. બુધવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ બાપુ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો લગાવાઇ રહી છે. 

આ અગાઉ જ્યારે બાપુ ખેડૂત આંદોલનના સમર્થનમાં પણ દિલ્હી ગયા હતા. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત થઇ હોવાની માહિતી સામે આવી હતી. બાપુ ભરતસિંહના પિતા માધવસિંહ સોલંકીને પણ શ્રદ્ધાંજલી આપવા માટે ગયા હતા. ત્રણવાર બાપુની ભરતસિંહ સાથે મુલાકાત થઇ ચુકી છે. 

અત્રે નોંધનીય છે કે, બાપુ પોતાનો અલગ પક્ષ બનાવીને પણ ભાગ્ય અજમાવી ચુક્યા છે. જો કે ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે તેઓ સફળ રહ્યા નહોતા. રાજીવ સાતવના નિધન બાદ સર્જાયેલો શુન્યાવકાશ કોંગ્રેસ શંકરસિંહ થકી ભરે તેવી શક્યતા છે. બાપુને પરત લાવવા માટે એક મોટુ જુથ સક્રિય હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. જો કે આખરી નિર્ણય દિલ્હી હાઇકમાન્ડ જ કરશે. જો કે કોંગ્રેસને ઘુંટણીયે લાવી દેનાર બાપુને ફરી કોંગ્રેસ પરત લાવશે કે કેમ તે તો સમય જ કહેશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post