• Home
  • News
  • કોંગ્રેસને ફાયદો:અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઈ, પરંતુ પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના બનશે
post

ભાજપના કોઈ ST મહિલા ઉમેદવાર જીત્યા નથી, જેને કારણે કોંગ્રેસનાં પારુબેન પ્રમુખ બનશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 09:34:13

રાજ્યની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. 31 જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થયું જેમાં અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. પરંતુ જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનશે. કારણ કે અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ મહિલા એસટી પદનું છે. ભાજપના કોઈ એસટી મહિલા ઉમેદવાર જીત્યા નથી જેને કારણે કોંગ્રેસના પારૂબેન પ્રમુખ બનશે.


શાહપુર બેઠક પરથી પારુબેનને 9018 મત મળ્યા હતા
શાહપુર બેઠક પરથી પારુબેન અંબારામભાઇ પઢારને 9018 મત મળ્યા હતા. અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 3 બેઠક બિન હરીફ થઇ હતી. 27 બેઠકો પર ભાજપનો વિજય થયો છે માત્ર ગલસાણાં, માણકોલ, શાહપુર અને વિરોચનનગર બેઠકમાં કોંગ્રેસની જીત થઈ છે. 2015ની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 16 ભાજપને જ્યારે કોંગ્રેસને 17 બેઠક મળી હતી. એક બેઠક બિન હરીફ રહી હતી.


2015
માં ભાજપને 7 જિલ્લા પંચાયતમાં સત્તા મળી હતી
2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી તેમજ બેમાં ટાઈ પડી હતી. 2015માં પાટીદાર આંદોલનને કારણે જિલ્લા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો. ભાજપ 31 પર તો કોંગ્રેસ એકેયમાં આગળ નથી. કોંગ્રેસ ભૂંડા પરાજય તરફ આગળ ધપી રહી છે. 29 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ડબલ ફિગરે પણ પહોંચી નથી, જ્યારે બેમાં મીંડું મુકાવ્યું છે. દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લા પંચાયતમાં જ કોંગ્રેસ ડબલ ફિગરે પહોંચી શકી છે. જ્યારે પંચમહાલમાં મીંડું મુકાવ્યું છે. જ્યારે ભાજપ પહેલીવાર ગાંધીનગર અને તાપી જિલ્લા પંચાયત જીતવામાં સફળ થયો છે.


2010
માં ભાજપને 30 જિલ્લા પંચાયતમા જીત મળી હતી
ભાજપે 2010નું પુનરાવર્તન કર્યું છે. 2010માં ભાજપ 30 જિલ્લા પંચાયત જીત્યો હતો, જ્યારે એક અન્યને મળી હતી. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં પણ ભાજપ જીત થઈ છે, જ્યારે કોંગ્રેસનો રકાસ થયો છે. જ્યારે આણંદ, અમરેલી, સાબરકાંઠા, જામનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો પરાજય થયો છે. આમ, કોંગ્રેસના દિગ્ગજો એવા ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ, અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમના ગઢમાં ગાબડાં પડ્યાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post