• Home
  • News
  • ક્રૂડના ભાવ ઘટ્યા પણ ટેક્સમાં ભારે વધારો થવાથી ગ્રાહકોને કોઈ ફાયદો ન થયો, માર્ચમાં ટેક્સ 97% હતો તે મેમાં વધીને 226% થઇ ગયો
post

એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરીને સરકારને ઓઇલ ગેમમાંથી રૂ. 1.6 લાખ કરોડ મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 09:52:30

મુંબઈ: સરકારે મંગળવારે મોડી રાત્રે પેટ્રોલિયમ પેદાશો પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. પેટ્રોલની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ. 10 અને ડીઝલ પર રૂ. 13 પ્રતિ લીટરનો વધારો કરાયો છે. આ સ્થિતિ એવા સમયેની છે જ્યારે ક્રૂડના ભાવ ઐતિહાસિક રીતે નીચા સ્તરે હોય છે. આ વધારો સરકારી તિજોરીમાં રૂ. 1.6 લાખ કરોડની વધારાની આવક લાવશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વધારો રિટેલ વેચાણ પર અસર કરશે નહીં. આંકડાઓની વાત કરીએ તો, જનતાને પેટ્રોલ અને ડીઝલ માટે વધારાના પૈસા ચૂકવવા પડશે નહીં, પરંતુ આખી રમત પેટ્રોલ અને ડીઝલના પ્રાઈસ બિલ્ટઅપમાં છુપાયેલી છે. 1 માર્ચે પેટ્રોલના પ્રાઈસ બિલ્ટઅપમાં ટેક્સનો હિસ્સો લગભગ 97% હતો, જે હવે વધીને 226% થયો છે. આનો અર્થ એ થયો કે સરકારે ટેક્સમાં વધારો કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવોનો લાભ જાળવી રાખ્યો છે. 1 માર્ચ 2020થી ઉપલબ્ધ ડેટામાંથી આ વાત સમજીએ...

1 માર્ચે પેટ્રોલની કિંમતો પર ટેક્સ 96.57% હતો
ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર 1 માર્ચે એક લિટર પેટ્રોલની બેઝ પ્રાઈસ રૂ. 32.61 હતી. જેમાં 0.32 પૈસા ભાડુ, રૂ. 19.98 એક્સાઈઝ ડ્યુટી, રૂ. 3.55 ડીલર કમિશન અને રૂ. 15.25 રાજ્યનો વેટ શામેલ છે. આ પછી, પેટ્રોલની છૂટક કિંમત પ્રતિ લિટર રૂ. 71.71 થતી હતી. 1 માર્ચે પેટ્રોલની કિંમત રૂ. 36.48 હતી, તેમાં બેઝ પ્રાઈસ, ભાડુ અને ડીલર કમિશનનો ઉમેરો થયો હતો. જો તેની સરખામણી રૂ. 71.71ની કુલ કિંમત સાથે કરવામાં આવે તો તેમાં કુલ 96.57%નો ટેક્સ હતો. જેમાં એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારનો વેટ શામેલ છે.

 

14 માર્ચે પેટ્રોલ પર ટેક્સ વધીને 118.07% થયો હતો
IOCLની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 14 માર્ચે રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની બેઝ પ્રાઈસ રૂ. 28.18 હતી. જેમાં રૂ. 0.32 ભાડુ, રૂ. 22.98 એક્સાઈઝ ડ્યુટી, રૂ. 3.54નું ડીલર કમિશન અને રાજ્ય સરકારનો વેટ રૂ. 14.85નો સમાવેશ થાય છે. આમ પાટનગર દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 69.87 થાય છે. પેટ્રોલ પરના ટેક્સની ગણતરી બેઝ પ્રાઈસ, ભાડા અને ડીલર કમિશન પર કરવામાં આવે છે. આમ તેની કિંમત પ્રતિ લિટર રૂ. 32.04 થાય છે. જો તેની કુલ કિંમત સાથે સરખામણી કરવામાં આવે તો પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી અને વેટ મળીને 118.07% થાય છે.

6 મેથી પેટ્રોલ પરનો ટેક્સ 226.28% થયો છે
IOCLની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, હવે પાટનગર દિલ્હીમાં એક લિટર પેટ્રોલની બેઝ પ્રાઈસ રૂ. 17.96 પ્રતિ લીટર છે. જેમાં રૂ. 0.32નું ભાડુ, રૂ. 32.98 એક્સાઈઝ ડ્યુટી, રૂ. 3.56નું ડીલર કમિશન અને રાજ્ય સરકારનો વેટના રૂ. 16.44નો સમાવેશ થાય છે. આમ પાટનગર દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત રૂ. 71.26 પ્રતિ લિટર થઈ છે. પેટ્રોલ પરના ટેક્સની ગણતરી બેઝ પ્રાઈસ, ભાડા અને ડીલર કમિશન પર કરવામાં આવે છે. આમ, તેની કિંમત રૂ. 21.84 પ્રતિ લિટર છે. જો તેની કુલ કિંમત સાથે સરખામણી કરવામાં આવે તો પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી અને વેટ મળીને કુલ ટેક્સ 226.28% થાય છે.

બેઝ પ્રાઈસમાં ઘટાડો થયો, પરંતુ ટેક્સમાં વધારો થતો ગયો
બેઝ પ્રાઈસના આધારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ઘટાડાનો લાભ સરકાર અને ઓઇલ કંપનીઓ લઈ રહ્યા છે. બેઝ પ્રાઈસમાં પેટ્રોલને શુદ્ધ કરવા સંબંધિત ખર્ચ પણ શામેલ હોય છે. 1 માર્ચે બેઝ પ્રાઈઝ રૂ. 32.61 પ્રતિ લિટર હતી, જે 6 મેના રોજ રૂ. 17.96 પ્રતિ લિટર પર આવી ગઈ હતી. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને પગલે બેઝ પ્રાઈસમાં ઘટાડો થયો પરંતુ સરકારે ટેક્સમાં વધારો કર્યો. આને કારણે, લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચ્યો ન હતો. સરકારે તેના બદલે વેરો વધાર્યો અને ઘટાડેલા ભાવોથી વધુ પૈસા આવતા રહ્યા. ગ્રાહકો હજી પણ પહેલા ચૂકવતા ભાવો જ ચૂકવવાના છે.

બેઝ પ્રાઈસ કરતા બમણાથી વધુ એક્સાઈઝ ટેક્સ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સના એક જાહેરનામા મુજબ, પેટ્રોલ પર વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂ. 2 અને રોડ સેસમાં પ્રતિ લીટર રૂ. 8નો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ડીઝલમાં પણ રૂ. 5 અને રૂ. 8નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે પેટ્રોલ પર કુલ એક્સાઈઝ ડ્યુટી વધીને રૂ. 32.98 પ્રતિ લિટર થઈ ગઈ છે જ્યારે ડીઝલ પર તે વધીને રૂ. 31.83 થઈ છે. પેટ્રોલના બેઝ પ્રાઈસ રૂ. 17.96 પર 226% એક્સાઈઝ ડ્યૂટી લાદવામાં આવી છે, જ્યારે ડીઝલના બેઝ પ્રાઈસ ઉપર 225% એક્સાઈઝ ડ્યૂટી લગાવાઈ છે.

બીજી વખત બેઝ પ્રાઈસ ઘટ્યો
જો કે સરકારે તેલની રમતમાં જબરદસ્ત પૈસા કમાઈ છે. આંકડા જોતાં જાણવા મળે છે કે પેટ્રોલનો બેઝ પ્રાઈસ 1 માર્ચે લિટર દીઠ રૂ. 32.61 હતો, જે 14 માર્ચે ઘટીને રૂ. 28.18 થઈ ગયો હતો. 6 મેના રોજ તે ઘટાડીને રૂ. 17.96 કરવામાં આવી છે. એટલે કે, 65 દિવસમાં બેઝ પ્રાઇસમાં આશરે 45%નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કપાતનો સીધો ફાયદો સરકારની તિજોરીને થશે.

બેઝ પ્રાઈસ ઘટે અને એક્સાઈઝ ડ્યુટી વધે ત્યારે જ સરકારને ફાયદો થાય છે
બેઝ પ્રાઈસના આધારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ઘટાડાનો લાભ સરકાર અને ઓઇલ કંપનીઓ લઈ રહ્યા છે. બેઝ પ્રાઈસમાં પેટ્રોલને શુદ્ધ કરવા સંબંધિત ખર્ચ પણ શામેલ હોય છે. 1 માર્ચે બેઝ પ્રાઈઝ રૂ. 32.61 પ્રતિ લિટર હતી, જે 6 મેના રોજ રૂ. 17.96 પ્રતિ લિટર થઇ ગયો છે. આનો ફાયદો સામાન્ય ગ્રાહકોને આપવામાં આવ્યો નથી. તેના બદલે સરકારે ટેક્સ વધાર્યો અને ઘટાડેલા ભાવોથી વધુ પૈસા આવતા રહ્યા. ગ્રાહકોએ હજુ પણ તે જે પહેલા ચુકવતા આવ્યા છે તે જ ભાવ ચૂકવવાના રહે છે.

2014માં પેટ્રોલ પર ટેક્સ રૂ. 9.48 હતો તે 2020માં રૂ. 32.98 થયો
જ્યારે નરેન્દ્ર મોદી સરકાર પ્રથમ સત્તામાં આવી ત્યારે પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 9.48નો ટેક્સ હતો જ્યારે ડીઝલ પર તે પ્રતિ લિટર રૂ. 3.56 હતો. આ રીતે, 6 વર્ષમાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાં આશરે 3.5 ગણો અને ડીઝલ પર 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે માર્ચ પછી આ બીજી વખત છે જ્યારે સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. માર્ચમાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો કર્યો હતો. આ વધારાથી સરકારને રૂ. 39,000 કરોડ મળ્યા છે.

પેટ્રોલિયમના ભાવ બે દાયકાના નીચા સ્તરે
માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવ બે દાયકાની નીચી સપાટીએ પહોંચી ગયા છે. સરકારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016ની વચ્ચે પેટ્રોલ પર 9 વખત એક્સાઈઝ ડ્યુટી વધારી હતી. જ્યારે આ સમયગાળા દરમિયાન, આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવમાં સતત ઘટાડો થયો હતો. આ 15 મહિના (2016-17) દરમિયાન સરકારે 2.42 લાખ કરોડ રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી તરીકે મેળવ્યા હતા જ્યારે 2014-15માં સરકારને 99,000 કરોડ રૂપિયા મળ્યા. આ સમય દરમિયાન સરકારે પેટ્રોલ પર રૂ. 11.77 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 13.47ની એક્સાઈઝ ડ્યુટી વધારી હતી.

એકસાઇઝ ડ્યુટી 6 વર્ષમાં ફક્ત એક જ વાર ઘટાડી
છેલ્લા 6 વર્ષ દરમિયાન સરકારે 2017માં માત્ર એક જ વાર પેટ્રોલ પર રૂ. 2 અને ડીઝલ પર રૂ. 1.5 એક્ઝાઇઝ ડ્યુટી ઘટાડી હતી. જોકે જુલાઈ 2019માં તેનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં આ એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરવા પાછળનું કારણ કોવિડ-19થી થતા મોટા ખર્ચને માનવામાં આવે છે. પરંતુ જ્યારે પણ સરકારે 2020 પહેલા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો, ત્યારે આવા કોઈ અચાનક ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post