• Home
  • News
  • હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર પણ કોરોનાનો ટેસ્ટ થઈ શકશે, દર્દી માટે ગાઈડલાઈન અનુસરવી જરૂરી
post

ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધાર પર ખાનગી કે સરકારી લેબમાં કોરોના ટેસ્ટ થઈ શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-03 11:52:32

અમદાવાદ: રાજ્યમાં હવે કોરોના ટેસ્ટ કરવા માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. ખાનગી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર ખાનગી કે સરકારી લેબમાં કોરોનાનો ટેસ્ટ થઈ શકશે. લેબ તેમજ ડોક્ટરોએ દર્દીની માહિતી સરકારી એપ્લિકેશન પર અપલોડ કરવાની રહેશે. સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કરીને જણાવ્યુ છે કે, હવેથી ખાનગી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધાર પર ખાનગી કે સરકારી લેબમાં કોરોના ટેસ્ટ થઈ શકશે. આ માટે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં.


પોઝિટિવ દર્દી માટે ગાઈડલાઈન અનુસરવી પડશે
ખાનગી ડોક્ટર- લેબોરેટરીએ જે તે જિલ્લા/ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીને ઈમેલથી જાણ કરવાની રહેશે. સરકારી એપ્લિકેશન પર દર્દીની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોના સંક્રમણની સંભાવનામાં દર્દીનો ટેસ્ટ કરાવવાની જરૂર જણાય ત્યારે દર્દીને અચૂક દાખલ કરવાનો રહેશે. ટેસ્ટનું પરિણામ આવ્યા બાદ નેગેટિવ હોય તો દર્દીની સ્થિતિના આધારે ડોક્ટર રજા આપી શકશે. જો પોઝિટિવ હોય તો ગાઈડલાઈન મુજબ અનુસરવાનું રહેશે.


અરજીને 24 કલાકમાં મંજૂરી આપવાની જોગવાઈ
ICMRની ગાઈડલાઈન સિવાયના કિસ્સામાં ટેસ્ટ કરવાનો થાય તો તે સમયે જે તે હોસ્પિટલ/ડોક્ટરે અમદાવાદ શહેર અને જિલ્લા માટે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડિકલ સુપ્રિટેન્ડન્ટની તેમજ અન્ય જિલ્લા માટે મુખ્ય આરોગ્ય અધિકારીની મંજૂરી લેવાની રહેશે. યોગ્ય લાગે તો મેડિકલ સુપ્રિટેન્ડન્ટ અને મુખ્ય આરોગ્ય અધિકારીએ અરજી મળ્યાના 24 કલાકમાં મંજૂરી આપવાની રહેશે.

adv

Related News

post
post
post
post
post
post
post