• Home
  • News
  • ગુજરાતમાં 9 મહિનામાં કોરોનાના કેસ 2 લાખને પાર, પ્રથમ લાખ કેસ 167 દિવસમાં, બીજા લાખ કેસ માત્ર 82 દિવસમાં નોંધાયા
post

પ્રથમ 1 લાખ કેસ 167 દિવસમાં એટલે કે દરરોજ સરેરાશ 601 કેસ નોંધાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 10:52:08

બેદરકારી અને બેજવાબદારભર્યા વલણના કારણે ગુજરાતમાં કોરોનાના કેસોનો કુલ આંકડો 2 લાખને પાર થઇ ગયો છે. 19 માર્ચે રાજ્યમાં પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ લોકડાઉન અને કર્ફ્યૂની અમલવારી કરાવીને કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા પ્રયાસ કરાયો હતો પરંતુ ત્યારબાદ રાજ્યને તબક્કાવાર અનલોક કરવામાં આવતા રાજ્યમાં કોરોનાના કેસોએ ઉથલો માર્યો, જેના કારણે આજે નવેમ્બરના રોજ રાજ્યમાં કોરોનાનો 2 લાખમો કેસ નોંધાયો છે. હવે સમજદારી એમા જ છે કે આપણે આ મહામારીને ગંભીરતાથી લઇએ અને કોરોનાની બીજી લેહરમાં પોતાની અને પરિવારજનોને સંક્રમણથી બચાવીએ.

પ્રથમ 1 લાખ કેસ 167 દિવસમાં બીજા લાખ કેસ માત્ર 82 દિવસમાં
માર્ચ મહિનામાં કોરોનાએ રાજ્યમાં દસ્તક આપ્યા બાદ કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થયો છે અને આજે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2 લાખ થઇ ગયા છે. જેમાં પ્રથમ 1 લાખ કેસ 167 દિવસમાં એટલે કે દરરોજ સરેરાશ 601 કેસ નોંધાયા હતા. જ્યારે બીજા 1 લાખ કેસ માત્ર 82 દિવસમાં નોંધાયા છે એટલે કે દરરોજ સરેરાશ 1201 કેસ નોંધાયા છે. જે દર્શાવે છેકે, રાજ્યમાં કોરોના ગંભીર થઇ રહ્યો છે અને તેની બીજી લહેરમાં વિસ્ફોટક રીતે કોરોનાના કેસો સામે આવશે.

9 મહિનામાં સતત વધતા રહ્યાં કેસ, સૌથી વધુ સપ્ટેમ્બરમાં
19 માર્ચે પ્રથમ કેસ નોધાયા બાદ 9 મહિનામાં ગુજરાતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થયો છે. દર મહિને નોંધાતા કેસો જોઇએ તો માર્ચ મહિનામાં 74 કેસ હતા. ત્યારબાદ એપ્રિલમાં 4340 કેસ નોંધાયા હતા. મેમાં 12 હજાર કેસ સામે આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં લોકડાઉન લાગુ કરાયું હતું. પરંતુ ત્યારબાદ અનલોકની અમલવારી કરાતા જૂનમાં 15 હજારથી વધુ કેસ, જુલાઈમાં 28 હજારથી વધુ અને ઓગસ્ટમાં 35 હજાર કરતા વધારે કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં એક મહિનામાં સર્વોચ્ચ 40959 કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ ઓક્ટોબરમાં કેસમાં ઘટાડો થયો હતો. ઓક્ટોબરમાં 35 હજારથી વધુ કેસ નોંધાયા હતા અને નવેમ્બરમાં 24 તારીખ સુધીમાં 26 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં 1500 કેસ 2 વાર અને 1400 કેસ 13 વખત નોંધાયા
દૈનિક નોંધાતા કેસની વાત કરીએ તો રાજ્યમાં સર્વોચ્ચ 1515 કેસ એક વખત નોંધાયા છે. 21 નવેમ્બરના રોજ રાજ્યમાં 1515 કેસ અને 24 નવેમ્બરે 1510 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 12 વખત 1400થી વધુ કેસ નોંધાયા છે. જેમાં 10 વખત સપ્ટેમ્બર મહિનામાં અને 2 વખત નવેમ્બર મહિનામાં 1400 કરતા વધારે કેસ સામે આવ્યા હતા. જેમાં 1495 કેસ 22 નવેમ્બરે અને 1442 કેસ 25 સપ્ટેમ્બરે નોંધાયા હતા. રાજ્યમાં દૈનિક 1300 કે તેથી વધુ કેસ 27 વખત અને 1 હજારથી 1300 કરતા ઓછા કેસ 71 વખત નોંધાયા છે.

રાજ્યમાં સૌથી વધુ મોત 5 મેના રોજ થયા હતા. ગુજરાતમાં 5 મેએ 49 મોત નોંધાયા હતા. દૈનિક નોંધાતા મોત જોઇએ તો દરરોજ 30થી વધુ મોત 17 વખત થયા છે. જ્યારે 25થી વધુ 29 વખત અને 20થી વધુ મોત 37 વખત થયા છે. જ્યારે 92 વખત 10થી વધુ અને 20 કરતા ઓછા મોત નોંધાયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post