• Home
  • News
  • કોરોનાએ બદલી અમદાવાદીઓની જીવનશૈલી, પાણીના વપરાશમાં 20 ટકાનો વધારો, દિવસમાં 50 વાર હાથ ધોવે છે
post

ગંદકી ન થાય તે માટે દરરોજ પાણીથી ઘર તેમજ આસપાસની જગ્યાને ધોઈને ચોખ્ખી રાખે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-10 11:19:31

અમદાવાદ: રાજ્યમાં માર્ચ મહિનાથી ચાલતી કોરોના મહામારીને પગલે લોકોની જીવનશૈલીમાં પણ ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. કોરોના વાઈરસથી બચવા માટે લોકો પોતાના ઘર તેમજ સોસાયટીને ચોખ્ખી રાખવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. દરરોજ પાણીથી ઘર તેમજ આસપાસની જગ્યાને ધોઈને ચોખ્ખી રાખે છે તેમજ સતત હાથ ધોવા અને દિવસમાં બે વાર નાહવા લાગ્યા છે. જેના કારણ અન્ય વર્ષોની સરખામણી પાણીના વપરાશમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આ વર્ષે 20 ટકાથી વધુ પાણીનો વપરાશ થયો છે.

કોરોનાને પગલે અમદાવાદીઓએ પોતાની જીવનશૈલીમાં ફેરફાર કર્યા
રાજ્યમાં હાલ દરરોજ 1100થી વધુ નવા કેસ તેમજ 20થી વધુના મોત થાય છે. ત્યારે લોકલ સંક્રમણથી બચવા માટે લોકો અલગ-અલગ અખતરા અપનાવતા જોવા મળી રહ્યા છે. સાથે જ અમદાવાદીઓ પણ પોતાની જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કર્યા છે. શહેરના લોકો હવે દિવસભરમાં સતત સાબુથી હાથ ધોવા તેમજ બે વાર નાહવા લાગ્યા છે. જેના કારણે આ વર્ષે પાણીના વપરાશનું પ્રમાણ વધ્યું છે. હાલમાં શહેરમાં 1398 મિલિયન લીટર પાણી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વપરાય છે.

બહારથી આવતી તમામ વસ્તુઓને પહેલા પાણીથી ધોઈ રહ્યા છે અમદાવાદી
એએમસીના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં પાણીના વપરાશનું પ્રમાણ 20 ટકા વધ્યું છે. બીજીતરફ લોકો વરસાદના પાણીનો પણ ઉપયોગ કરી રહ્યા છે. વરસાદી પાણીને એકઠું કરી દિવસભર તેનો ઉપયોગ કરી રહ્યા છે. દિવસમાં બહારથી લાવવામાં આવતી દૂધ, શાકભાજી સહિતની વસ્તુઓને પણ પહેલા પાણીથી ધોઈને તેનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. આ પ્રમાણે શહેરમાં એક અમદાવાદી 250થી વધુ લીટર પાણીનો ઉપયોગ કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post