• Home
  • News
  • રોજગાર પર સંકટ:કોરોના મહામારીના કારણે એપ્રિલથી અત્યાર સુધી દેશમાં 1.89 કરોડ લોકોએ નોકરી ગુમાવી
post

એશિયા-પેસિફિકમાં 22 કરોડ યુવાનોના રોજગાર પર સંકટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 09:28:58

કોરોના મહામારી વચ્ચે એપ્રિલથી અત્યાર સુધી દેશમાં 1.89 કરોડ લોકોને પોતાની નોકરી ગુમાવવી પડી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના આંકડા અનુસાર ગયા મહિને જુલાઈમાં 50 લાખ લોકોએ નોકરી ગુમાવી. આંકડા અનુસાર એપ્રિલમાં 1.77 કરોડ અને મે મહિનામાં લગભગ 1 લાખની નોકરી ગઈ.

જુનમાં 39 લાખ નોકરી મળી, પરંતુ જુલાઈમાં લગભગ 50 લાખની નોકરી જતી રહી. સીએમઆઈઈના સીઈઓ મહેશ વ્યાસે કહ્યું કે, ‘પગારદારની નોકરીઓ ઝડપથી જતી નથી, પરંતુ જો જાય તો નવી મેળવવી મુશ્કેલ હોય છે.એક અંદાજ મુજબ દેશમાં કુલ પગારદાર રોજગારની ભાગીદારી માત્ર 21 ટકા છે. એપ્રિલમાં કુલ જેટલા લોકો બેરોજગાર થયા હતા, તેમાં તેમની સંખ્યા માત્ર 15 ટકા હતી.

એશિયા-પેસિફિકમાં 22 કરોડ યુવાનોના રોજગાર પર સંકટ
કોરોના મહામારીના કારણે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં 15થી 24 વર્ષના 22 કરોડ યુવાનોના માથે રોજગારનું સંકટ પેદા થશે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને એશિયાઈ વિકાસ બેન્કે એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં કોવિડ-19 યુવાન રોજગાર સંકટનો સામનોશીર્ષક સાથે બહાર પાડેલા પોતાના રિપોર્ટમાં આ માહિતી આપી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, મહામારીના કારણે શ્રમ બજાર પર મોટી અસર પહોંચી છે. તેનાથી યુવાન રોજગાર પર પ્રતિકૂળ અસર થઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post