• Home
  • News
  • કોવિડ હોસ્પિટલમાં રોજ 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક ખાલી થાય છે
post

સિવિલમાં સામાન્ય દિવસોમાં મહિને દોઢ લાખ લિટરની સામે માત્ર મેમાં 4.43 લાખ લિટર ઓક્સિજન કોરોના દર્દીઓને ચઢાવાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 09:32:21

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં દાખલ થતાં દર્દીઓને દર મહિને સરેરાશ 1.50 લાખ લિટર ઓક્સિજન ચઢાવવો પડતો હોય છે, પરંતુ કોરોનાને કારણે સિવિલની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ માટે રોજની 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક ખાલી થાય છે. માત્ર મે મહિનામાં જ 4.43 લાખ લિટર (3,75,306 ક્યુબિક મીટર) ઓક્સિજનનો વપરાશ થયો હતો. એટલે કે 1 જ મહિનામાં ત્રણ ગણો ઓક્સિજન વપરાયો છે. 

વર્ષ 2018-19માં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો કુલ વપરાશ 19,61,660 લિટર થયો હતો, જ્યારે ચાલુ વર્ષે કોરોનાને કારણે ઓક્સિજનનો વપરાશ વધ્યો છે. 2019-20માં કુલ 21,89,180 લિટર ઓક્સિજન દર્દીઓને ચઢાવાયો હોવાનું સિવિલ હોસ્પિટલના આંકડા પરથી જાણવા મળે છે.

હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ, સામાન્ય સંજોગોમાં સિવિલમાં દાખલ થતાં ન્યુમોનિયા કે અન્ય રોગના દર્દીઓ કે જેમને શ્વાસ લેવામાં મુશ્કેલી હોય તેમને ઓક્સિજન ચઢાવાય છે, પરંતુ કોરોનાની અસર સીધી દર્દીના શ્વસનતંત્ર પર થાય છે તેમ જ દર્દીના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ 90 ટકાથી ઓછું થતાં ઓક્સિજન ચઢાવવો પડે છે.

હોસ્પિટલમાં શરૂઆતમાં માઇલ્ડ લક્ષણો સાથે અને ત્યાર બાદ કોરોના વાઇરસના ભારે લોડ સાથેના દર્દી દાખલ થતાં 40થી 80 ટકા દર્દીને ઓક્સિજન ચઢાવવો પડી રહ્યો છે. માત્ર માર્ચ, એપ્રિલ અને મે મહિના પૈકી માત્ર મેમાં 4,43,316 લિટર ઓક્સિજન વપરાયો છે, જેનો અંદાજિત ખર્ચ 87,86,883 લાખ જેટલો થાય છે.

મિનિટે 2થી 15 લિટર ઓક્સિજનની જરૂર
કોરોનાનાં સામાન્ય લક્ષણો છતાં ફેફસાનાં ગેસ એક્સચેન્જ મેમરન (ઓક્સિજન વહન કરતા સ્તરો)માં જ્યારે સોજો આવે ત્યારે ફેફસાં દ્વારા લોહીમાં ઓક્સિજન પહોંચવાની પ્રક્રિયા અવરોધાય છે. આથી દર્દીને માઇલ્ડ અને મોડરેટ લક્ષણો પ્રમાણે મિનિટે 2થી 15 લિટર ઓક્સિજન અપાય છે. > ડો. કાર્તિકેય પરમાર,નોડલ ઓફિસર, કોવિડ હોસ્પિ.

માર્ચ અને એપ્રિલ મહિનામાં કુલ દર્દીઓમાંથી 40 ટકાને ઓક્સિજન ચઢાવવો પડ્યો
સિવિલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું કે, કોરોના વાઇરસને કારણે દર્દીના શરીરમાંથી ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં તેમનાં શરીરનાં મહત્ત્વનાં અંગો પર અસર થાય છે, જેથી દર્દીને બચાવવા માટે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવું આવશ્યક હોય છે. હોસ્પિટલમાં માર્ચ, એપ્રિલમાં કોરોનાના માઇલ્ડ લક્ષણો સાથે દાખલ થતાં હતાં, જેથી આ બે મહિનામાં દાખલ કુલ દર્દીઓમાંથી અંદાજે 40 ટકા દર્દીને ઓક્સિજન ચઢાવવો પડતો હતો.

મેમાં હોસ્પિટલમાં દાખલ થતાં દર્દી કોરાનાનાં ભારે લોડ સાથે આવતા હતા, જેમાં મોટા ભાગનાં દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાની સાથે કો-મોર્બિડ સ્થિતિ સાથે આવતાં 70થી 80 ટકા દર્દી એટલે કે હાલમાં હોસ્પિટલમાં 700થી વધુ દર્દી દાખલ છે, જેથી રોજ 500થી વધુ દર્દીને ઓક્સિજન ચઢાવવાની જરૂર પડતી હોવાથી ઓક્સિજનનો વપરાશ વધતાં રોજની 20 હજાર લિટરની ટેન્ક ખાલી થઈ જાય છે.

કયા મહિને કેટલો ઓક્સિજન વપરાયો

મહિનો

ઓક્સિજન

ખર્ચ

માર્ચ- 2020

1,93,005.21 લિટર

રૂ.39,58,772.24

એપ્રિલ- 2020

1,55,606.54 લિટર

રૂ. 31,55,114.32

મે- 2020

4,43,316.85 લિટર

રૂ.87,86,883.52

 

adv

Related News

post
post
post
post
post
post
post