• Home
  • News
  • 15 એપ્રિલથી મે સુધી 12 મુહૂર્ત, જૂનમાં ત્રણ મુહૂર્ત પર દબાણ રહેશે પછી માર્ચ 2021 સુધી 6 ફક્ત મુહૂર્ત
post

આ વર્ષે ઓછાં મુહૂર્ત વચ્ચે લૉકડાઉને લગ્નોમાં થતો વેપાર પણ બગાડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-14 11:07:01

ઉજ્જૈન: કોરોના વાઈરસનો આતંક લગ્નોના આયોજનો પર પણ ભારે પડી રહ્યો છે. એપ્રિલમાં 15મીથી લગ્નોના મુહૂર્તની શરૂઆત થઈ રહી છે અને આ મહિનામાં માંડ પાંચ મુહૂર્ત છે, પરંતુ લૉકડાઉનને પગલે એપ્રિલ જ નહીં, પરંતુ મે મહિનાના લગ્નો પણ રદ કરાઈ રહ્યા છે. આમ પણ આ વર્ષે લગ્નોના મુહૂર્ત ઓછાં હતા. સૌથી વધુ 12 મુહૂર્ત એપ્રિલ અને મેમાં જ છે. કડક લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની ચિંતાને પગલે લોકો મે માસને લઈને પણ આશંકિત છે. તેના કારણે જૂનમાં ફક્ત 3 મુહૂર્ત છે. ત્યાર પછી આવતા વર્ષના માર્ચ સુધી 6 શુભ તિથિ છે. પંડિતો, હોટલ, પાર્ટી પ્લોટ સંચાલકો અને કેટરર્સનું કહેવું છે કે, અમારા બિઝનેસ માટે લગ્નોની આ સિઝન સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ છે. 


પંડિતે કહ્યું: સારી સિઝન સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ
ઉજ્જૈનના પં. શ્યામ નારાયણ વ્યાસનું કહેવું છે કે, એપ્રિલ, મે અને જૂનના 45 લગ્ન બુક હતા. લૉકડાઉનના કારણે તે તમામ રદ થઈ ગયા. જ્યારે પંડિત શૈલેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, મુહૂર્ત ઓછા હોવાથી એપ્રિલ, મેમાં 10થી વધુ યજમાનના ત્યાં જવાનું હતું, પરંતુ હવે મોટા ભાગનાએ ના પાડી દીધી છે. પં. હેમંત શાસ્ત્રીના કહેવા પ્રમાણે કોરોનાના કારણે અનેક લોકોએ આયોજનો રદ કર્યા છે અને નજીકના ભવિષ્યમાં મુહૂર્ત નથી. એટલે આખી લગ્નની સિઝન બરબાદ થઈ ગઈ.


2020
માં લગ્નના મુહૂર્ત
એપ્રિલ: 15, 20, 25, 26, 27 
મે: 1, 2, 4, 6, 17, 18, 19
જૂન: 13, 15, 30 તારીખે 1 જુલાઈથી 24 નવેમ્બર સુધી શુભ મુહૂર્ત નથી. 
નવેમ્બર: 25, 30
ડિસેમ્બર: 7, 9


2021:
જાન્યુઆરી, માર્ચમાં મુહૂર્ત નથી
જાન્યુઆરી: કોઈ મુહૂર્ત નહીં
ફેબ્રુઆરી: 15, 16
માર્ચ: કોઈ મુહૂર્ત નહીં
આ વર્ષે ક્યારે લગ્નના મુહૂર્ત નથી

·         29 મેથી 12 જૂન સુધી શુક્ર અસ્ત થવાથી લગ્નો નહીં થાય. 

·         1 જુલાઈએ દેવશયની એકાદશીથી 24 નવેમ્બર સુધી. 

·         15 ડિસે.થી 14 જાન્યુ. 2021 સુધી ધનુ સંક્રાંતિના કારણે. 

·         19 જાન્યુ.થી 11 ફેબ્રુ. 2021 સુધી ગુરુ અસ્ત થવાથી. 

·         21 ફેબ્રુ.થી 12 એપ્રિલ. 2021 સુધી શુક્ર અસ્ત થવાથી

 

adv

Related News

post
post
post
post
post
post
post