• Home
  • News
  • અમદાવાદમાં 'રિવર્સ ક્વોરન્ટીન' કરાશે, એકથી વધુ બીમારીવાળા અને વૃધ્ધોને ઘરમાં જ રાખવામાં આવે
post

કોરોનાના લક્ષણો જેને જલ્દી અસર કરે છે તેવા લોકોને ઘરમાં ક્વોરન્ટીન કરવાની પદ્ધતિ અપનાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 12:06:26

અમદાવાદ: ગુજરાતમાં કોરોના કાબુમાં આવતો નથી અને દિનપ્રતિદિન ફેલાતો જાય છે. ખાસ કરીને અમદાવાદમાં તો કોરોના કહેર મચાવી રહ્યો છે, ત્યારે હવે કોરોનાને કાબુમાં લેવા રાજ્ય સરકારે રિવર્સ ક્વોરન્ટીન પધ્ધતિ અપનાવવાની તૈયારી કરી દીધી છે. જેમાં એક કરતાં વધુ બીમારી ધરાવનાર અને વૃધ્ધોને ઘરમાં જ ક્વોરન્ટીન કરવામાં આવશે. ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસ વધી ૨હ્યા છે અને ખાસ કરીને અમદાવાદમાં તો મોટી ઉંમ૨ના લોકો કે જેઓ અન્ય બીમારીથી પીડાતા હોય છે. તેઓને કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ તેમના જીવન પ૨ જોખમ વધે છે.

ગુજરાતનો મૃત્યુદ૨ 6.9 સુધી પહોંચી ગયો
દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો મૃત્યુદ૨ 6.9 સુધી પહોંચી ગયો છે. જેમાં અન્ય રોગથી પીડાતા લોકોનું કોરોનાથી થયેલ મૃત્યુનું પ્રમાણ વધુ છે, તેથી અમદાવાદમાં હવે દરેક સોસાયટીમાં અને મહોલ્લામાં જેઓ અન્ય રોગથી પીડાતા હોય જેમ કે ડાયાબીટીસ, હાઈબીપી તથા કેન્સ૨ તેઓને તેમના ઘ૨માં જ ક્વોરન્ટીનમાં જ રાખવા જણાવાયું છે.

સંક્રમણથી બચાવવા રીવર્સ ક્વોરન્ટીનની પધ્ધતિ અપનાવી
જોકે તેમને કોરોનાના કોઈ લક્ષણ નથી પરંતુ સંક્રમણથી બચાવવા આ રીવર્સ ક્વોરન્ટીનની પધ્ધતિ અપનાવી છે. રાજ્યના આરોગ્ય અધિકારીએ પણ કહ્યું હતું કે, કોરોના વાય૨સ સામે લડતા 90 દિવસ થયા છે અમે કોરોના સામે સંપૂર્ણ સજ્જ છીએ. રોજ સાંજે કોરોનાના મુદ્દે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બેઠક મળે છે. જેમાં પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લેવામાં આવે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post