• Home
  • News
  • ઈમરાન ખેડાવાલા સામે જરૂર પડશે તો ગુનો પણ દાખલ કરાશે, સમગ્ર પ્રકરણની તપાસ ચાલી રહી છેઃ DGP
post

લોકડાઉનનું પાલન નહીં થાય તો કરફ્યુ લગાવવામાં આવશેઃ રાજ્ય પોલીસ વડા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 09:29:43

ગાંધીનગર: રાજ્યમાં લોકડાઉન અને કોરોનાગ્રસ્ત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પ્રકરણ મામલે આજે રાજ્ય પોલીસવડાએ શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ઈમરાન ખેડવાલાની બેઠક રાજકીય બેઠક હતી. તેમની સામે ગુનો દાખલ કરવો કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જો જરૂર પડશે તો તેની સામે ગુનો દાખલ કરાશે.

1102 સુરા જમાતીઓમાંથી 1092ની ઓળખ થઈ

રાજ્ય પોલીસવડાએ નાગરિકો અને પોલીસને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે, પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવે, અને જનતા લોકડાઉન નું કડક પાલન કરે, લોકડાઉનનું પાલન નહીં થાય તો કરફ્યુ લગાવવામાં આવશે. 1102 સુરા જમાતીઓમાંથી 1092ની ઓળખ થઈ ગઈ છે. સુરતમાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર સમજાવટથી કામ કરે છે. જે વિસ્તારમાં કરફ્યુ લગાવામાં આવ્યો છે તે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી લગાવ્યો છે.

5293 આરોપીની અટકાયત અને કરફ્યુ ભંગના 17 ગુના દાખલ
જો કોઈ કરફ્યુનો ભંગ કરશે તો ગુનો દાખલ કરવામાં આવશે. આજે કરફ્યુના ભંગ બદલ 17 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે જાહેરનામા ભંગના 2527, ક્વોરન્ટીન ભંગના (IPC 269, 270, 271) 775 અને 452 અન્ય ગુનાઓ નોંધાયા છે. તેમજ 5293 આરોપીની અટકાયત કરી છે જ્યારે 2261 વાહનો જપ્ત કર્યાં છે. તેમજ ડ્રોનની મદદથી 295 ગુના અને CCTVની મદદથી 69 ગુના દાખલ કર્યાં છે. જ્યારે અફવા ફેલાવવા અંગે 11 કેસ કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post