• Home
  • News
  • 50થી વધુ વયની વ્યક્તિ માટે કોરોના સૌથી વધુ ઘાતક પુરવાર થયો, દર 10 દર્દીએ એકનું મૃત્યુ
post

5 ઓક્ટોબર સુધી થયેલા 1787 મૃત્યુમાંથી 1511 દર્દી 50થી 100 વર્ષના, સૌથી વધુ 19272 કેસ 0થી 50 વર્ષની વયજૂથમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-31 10:18:41

50 કે તેથી વધુ ઉંમરની વ્યકિતઓ માટેે કોરોના વધુ જીવલેણ સાબિત થાય છે. અમદાવાદમાં માર્ચથી અત્યારસુધી નોંધાયેલા 35 હજારથી વધુ કેસમાં સૌથી વધુ મૃત્યુ 50થી 100 વર્ષની ઉંમરના 1511 લોકોના થયા છે. જયારે 0થી 50 વર્ષની વચ્ચેની ઉંમરના 276 લોકો મૃત્યુ પામ્યા છે. જો કે, 0થી 50 વર્ષની ઉંમરના 19272 લોકો કોરોનાનો ભોગ બન્યા છે જેની સામે 50થી 100 વર્ષની ઉંમરના 16185 લોકોનેે કોરોના થયો છે. પણ મૃત્યુનો દર 0થી 50 વર્ષ વચ્ચે માત્ર 1.43 ટકા છે જયારે 50થી 100 વર્ષ વચ્ચે 9.35 ટકા છે. એટલેકે 50થી 100 વર્ષની ઉંમરના જેમને કોરોના થાય છે તેમાંથી દર દસમાં વ્યકિતનું મૃત્યુ થયુ છે.

બીજી તરફ 30થી 39 વર્ષની વયજૂથમાં 6400 વ્યક્તિઓને કોરોના થયો હતો. જેની સામે 1.1 ટકા એટલે કે 59 વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે સૌથી વધુ 50થી 59 વર્ષની વયજૂથના 7044 લોકોને કોરોના થયો હતો. જેમાંથી 445 એટલે કે 6.39 ટકા લોકોના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત 40થી 49 વર્ષની વયજૂથના 6346 લોકોને કોરોના થયો હતો જેમાંથી 191 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 60થી 69 વર્ષની વયજૂથના 5722 દર્દીઓમાંથી 591 એટલે કે 10.03 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 90થી 100 વર્ષની ઉંમરના 92 વ્યક્તિઓને કોરોના થયો હતો જેમાંથી 18 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 1 વર્ષની ઉંમરના 29 બાળકોને કોરોના થયો હતો જેમાંથી 4 બાળકોના મૃત્યુ થયા હતા.

બે મહિના પછી એક્ટિવ કેસ ઘટીને 2870, પશ્ચિમના 6 વિસ્તાર કન્ટેઇનમેન્ટમાં મુકાયા
અમદાવાદમાં લગભગ 2 મહિના પછી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2870 પર પહોંચી છે. વિવિધ હોસ્પિટલોમાંથી દર્દીઓના ડિસ્ચાર્જનો રેશિયો ઊંચો જતાં એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોના વાઇરસના નવા 162 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ બે દર્દીના મૃત્યુ થયા હતા. આ સાથે શહેરમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 40153 અને કુલ મૃત્યુ આંક 1884 થયો છે. શુક્રવારે 174 દર્દી સાજા થતાં હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. કેસની સમીક્ષાને આધારે વધુ 6 વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકવામાં આવ્યા હતા. જ્યારે 6 વિસ્તારને કન્ટેઇનમેન્ટમાંથી દૂર કરાયા હતા. કન્ટેઇનમેન્ટમાં મુકાયેલા તમામ 6 વિસ્તાર પશ્ચિમ અમદાવાદના છે.

હોમ આઇસોલેશનમાંથી 14156 સહિત અત્યાર સુધી કુલ 34500 દર્દી સાજા થયા
શહેરમાં અત્યાર સુધી કુલ 34500 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા જેમાં સરકારી હોસ્પિટલોમાંથી 8415 અને ખાનગી હોસ્પિટલોમાંથી 9403 દર્દીઓનો સમાવેશ થાય છે. તે જ રીતે સરકારી કોવિડ કેર સેન્ટરમાંથી 1791 જ્યારે ખાનગી કોવિડ કેર સેન્ટરમાંથી 735 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. હોમ આઇસોલેશનમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા સૌથી વધુ 14156 છે. બીજી તરફ શહેરમાં કુલ 1848 વ્યક્તિઓના મૃત્યુ અત્યાર સુધી થયા છે. જેમાંથી 1312 દર્દીઓ અસારવા સિવિલ, એસવીપી, સોલા સિવિલ સહિતની સરકારી હોસ્પિટલમાં થયા છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 535 દર્દીઓના મૃત્યુ થયા છે. કોવિડ કેર સેન્ટરમાંથી માત્ર 1 જ દર્દીનું મૃત્યુ થયું છે.

વયજૂથ મુજબ કોરોનાના કેસ અને મૃત્યુ

ઉંમર વર્ષ

0થી 1

1થી9

મહિનો

કેસ

મૃત્યુ

કેસ

મૃત્યુ

માર્ચ

-

0

0

0

એપ્રિલ

6

0

72

0

મે

8

2

138

2

જૂન

10

2

42

0

જુલાઈ

1

0

56

0

ઓગસ્ટ

1

0

60

0

સપ્ટેમ્બર

3

0

54

0

ઓક્ટોબર

0

0

11

0

કુલ

29

4

433

2

10થી 29 વર્ષના વયજૂથમાં ​​​​કોરોનાના કેસ અને મૃત્યુ

ઉંમર વર્ષ

10થી19

20થી29

મહિનો

કેસ

મૃત્યુ

કેસ

મૃત્યુ

માર્ચ

1

0

3

0

એપ્રિલ

194

2

574

2

મે

290

2

1525

10

જૂન

123

0

804

2

જુલાઈ

144

0

641

1

ઓગસ્ટ

145

0

673

0

સપ્ટેમ્બર

138

0

643

1

ઓક્ટોબર

28

0

138

0

કુલ

1063

4

5001

16

30થી 49 વર્ષના વયજૂથમાં ​​​​કોરોનાના કેસ અને મૃત્યુ

ઉંમર વર્ષ

30થી39

40થી49

મહિનો

કેસ

મૃત્યુ

કેસ

મૃત્યુ

માર્ચ

5

0

3

2

એપ્રિલ

621

4

556

17

મે

1658

33

1620

86

જૂન

1314

15

1421

58

જુલાઈ

901

4

959

16

ઓગસ્ટ

849

2

804

3

સપ્ટેમ્બર

889

1

814

9

ઓક્ટોબર

163

0

169

0

કુલ

6400

59

6346

191

50થી 69 વર્ષના વયજૂથમાં ​​​​કોરોનાના કેસ અને મૃત્યુ

ઉંમર વર્ષ

50થી59

60થી69

મહિનો

કેસ

મૃત્યુ

કેસ

મૃત્યુ

માર્ચ

7

0

8

0

એપ્રિલ

456

41

313

52

મે

1626

154

1341

219

જૂન

1901

152

1612

199

જુલાઈ

1083

43

855

48

ઓગસ્ટ

878

30

657

41

સપ્ટેમ્બર

881

19

748

26

ઓક્ટોબર

212

6

188

6

કુલ

7044

445

5722

591

70થી 100 વર્ષના વયજૂથમાં ​​​​કોરોનાના કેસ અને મૃત્યુ

ઉંમર વર્ષ

70થી79

80થી89

90થી100

મહિનો

કેસ

મૃત્યુ

કેસ

મૃત્યુ

કેસ

મૃત્યુ

માર્ચ

1

0

1

1

0

0

એપ્રિલ

154

20

24

5

3

1

મે

582

130

157

45

16

3

જૂન

726

108

145

28

24

8

જુલાઈ

382

32

102

6

11

1

ઓગસ્ટ

329

32

82

7

12

2

સપ્ટેમ્બર

378

26

127

11

19

3

ઓક્ટોબર

76

5

31

1

7

0

કુલ

2628

353

669

104

92

18

 

adv

Related News

post
post
post
post
post
post
post