• Home
  • News
  • ગુજરાતમાં સાજા થયેલા કોરોનાના દર્દીના પ્લાઝ્માથી પોઝિટિવના ઇલાજનો પ્રયોગ થશે
post

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ ઇલાજ શરૂ કરવા કેન્દ્રની મંજૂરી માંગી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-18 11:03:09

ગાંધીનગર: ગુજરાતમાં હાલ સરકારી તથા ખાનગી તબીબોની એક સંયુક્ત ટીમ નવા સંશોધન સાથે એક પ્રયોગ કરવા માગે છે. જેમાં અત્યાર સુધીમાં સાજા થઈને ગયેલા કુલ 86 દર્દીઓના લોહીમાંથી પ્લાઝ્મા છૂટા પાડી તેને હાલ વેન્ટિલેટર પર રહેલા કે ગંભીર ચેપ ધરાવતા દર્દીઓને ચઢાવવામાં આવે તો તે પણ ઝડપથી સાજા થઈ શકે છે. આ પ્રયોગ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી હર્ષવર્ધનને અનુમતિ માટે રજૂઆત કરી છે.


કેન્દ્ર સરકાર અનુમતિ આપી દે પછી ઇલાજની શરૂઆત કરાશે
રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, અમદાવાદના ડો. કમલેશ ઉપાધ્યાય આ અંગે હાલ કામ કરી રહ્યા છે અને તેમાં ડો. આર કે પટેલ, ડો અતુલ પટેલ અને અન્ય તબીબો સાથે મળીને કામ કરી રહ્યા છે અને તેના ખૂબ સારા પરિણામો મળી શકશે. કેન્દ્ર સરકાર અનુમતિ આપી દે પછી તેની શરૂઆત કરાશે.

વર્ષો પહેલાં યુરોપમાં આ પદ્ધતિ અપનાવાઈ હતી
આ પદ્ધતિમાં સાજા થઈને ગયેલા દર્દીઓને રક્તદાન કરવાનું રહેશે અને તેમના લોહીમાંથી આ પ્લાઝ્મા મેળવાશે. અગાઉ ઘણા વર્ષો પહેલાં યુરોપમાં ફેલાયેલી બિમારીમાં દર્દીઓને તે જ બિમારીથી સાજા થયેલા લોકોના લોહી ચડાવવાથી લોકો ઝડપી સાજા થતા જોવા મળ્યા હતા. હાલમાં રસી અને દવાના સંશોધન માટે પણ સાજા થઈને ગયેલા લોકોના પ્લાઝ્મા પર વિશ્વના અનેક સ્થળોએ પ્રયોગ થઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post