• Home
  • News
  • ગુજરાતમાં corona second wave શાંત! 24 કલાકમાં 112 કેસ, રિકવરી રેટ 98.33 ટકા થયો
post

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 112 કેસ નોંધાયા છે. જ્યારે 3 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 305 લોકો કોરોનાને મ્હાત આપી છે. આમ કોરોનામાંથી સાજા થવાનો દર 98.88 ટકા થયો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-28 11:11:29

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર (corona second wave) એકદમ શાંત થઈ ગઈ છે. ધીમે ધીમે કોરોનનાના નવા કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે હજારોની સંખ્યામાં નોંધાતા કોરોનાના આંકડા (coronavirus case) હવે 100ની નજીક પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની (Gujarat coronavirus update) સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 112 કેસ નોંધાયા છે. જ્યારે 3 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 305 લોકો કોરોનાને મ્હાત આપી છે. આમ કોરોનામાંથી સાજા થવાનો દર 98.88 ટકા થયો છે.

આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધીમાં ગુજરાતભરમાં 2,40,985 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં 2,48,79,127 લોકોનું રસીકણર થયું છે.

કોરોના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાંથી માત્ર 112 કેસ નોંધાયા છે. ત્યારે 3 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. અને 305 લોકો કોરોના વાયરસને મ્હાત આપ્યો છે. અત્યારે 21 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે 3666 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 10,051 દર્દીઓ મોતને ભેટ્યા છે.

રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 24 કેસ વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત કોર્પોરેશનમાં 13 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, સુરત જિલ્લામાં 7 કેસ, વડોદરા જિલ્લામાં 7 કેસ, નવસારીમાં 4 કેસ, બનાસકાંઠામાં 3 કેસ, કચ્છમાં 3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, જામનગરમાં કોર્પોરેશનમાં 2 કેસ, જૂનાગઢમાં 2 કેસ, જુનાગઢ કોર્પોરેશનમાં 2 કેસ નોધાયા છે.

આ ઉપરાંત ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગરમાં પણ 2-2 કેસ નોંધાયા છે. અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, મહેસાણા, પોરબંદર, રાજકોટ, તાપી આ તમામ જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે. બાકીના જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

adv

Related News

post
post
post
post
post
post
post