• Home
  • News
  • કોરોનાના સાઇલન્ટ કેરિયરની છીંક કે ખાંસીથી ઊડતા છાંટા 3 મીટર સુધી ચેપ લગાડી શકે છે
post

ઘરમાં રહેવું, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ બચાવના શ્રેષ્ઠ વિકલ્પ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-10 11:46:37

અમદાવાદ: લોકલ ટ્રાન્સમિશનથી ગુરુવારે અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઇનફ્લૂએન્ઝા જેવાં જ લક્ષણો ધરાવતાં કોરોનાના પોઝિટિવ દર્દીને ઓળખવા મુશ્કેલ છે અને 14 દિવસ સુધી કોરોનાના લક્ષણો દેખાતા નથી ત્યારે અમેરિકાની કોમ્યુનિકેબલ ડિસિઝ કંટ્રોલ(સીડીસી) મુજબ,કોરોનાના સંક્રમિત કે સાઈલન્ટ કેરિયર વ્યક્તિની છીંક કે ખાંસીનાં છાંટા (ડ્રોપ્લેટ) 3 મીટર સુધી ચેપ લગાડી શકે છે.  કોરોનાની સારવાર કરતાં એક ડોક્ટર તેમજ અન્ય નિષ્ણાત ડોક્ટરોના જણાવ્યા મુજબ,કોરોનાના પોઝિટિવ લક્ષણો ઓળખી શકાતા નથી. સરકાર અને મ્યુનિ.એ વિવિધ વિસ્તારોને હોમ ક્વોરન્ટાઇન, ક્લસ્ટર ક્વોરન્ટાઇન, બફર ઝોન જાહેર કરીને શંકાસ્પદ અને પોઝિટિવ કેસની સઘન તપાસ હાથ ધરી છે. 
વાઈરસ કોઈપણ સપાટી પર 8થી 10 કલાક જીવંત રહે છે
કોઈપણ વાઈરસ સપાટી પર 8થી 10 કલાક સુધી જીવંત રહે છે. કોરોનાનું ત્રીજું સ્ટેજ એટલે લોકલ ટ્રાન્સમિશન સૌથી ડેન્જર છે. ં વિદેશથી આવતાં વ્યક્તિ કોરનાનું સંક્રમણ છે, અને સંક્રમણ લાગ્યાનાં 24થી 48 કલાક થયા હોય તો તેનાં લક્ષણો દેખાતા નથી, આ વ્યક્તિને લેવા જનારને ચેપ લાગે છે, 4થી 6 દિવસ સુધી કોરોનાના કોઇ લક્ષણ ન દેખાતા આ સમયગાળો સાઈલન્ટ કેરિયર તરીકેનો હોય છે. આ દિવસમાં વ્યક્તિ જ્યાં જ્યાં ફરે છે જેને મળે છે તેને સંક્રમણ ફેલાવે છે.
સાઈલન્ટ કેરિયરથી બચવા શું કરવું જોઇએ

·         કામ વિના ઘરની બહાર ન નીકળ‌વું, અને જવું પડે તો સોશિયલ ડીસ્ટન્સ મેઇન્ટેઇન કરવું. 

·         સોસાયટી-ફ્લેટનાં દરેક વ્યક્તિથી ઓછામાં ઓછું 2-3 મીટરથી વધુ અંતર રાખ‌વું.

·         18થી 20 દિવસ સતત ઘરમાં રહેવું જેથી લોકલ ટ્રાન્સમિશનનો દર ઘટી શકે. 

·         શાકભાજી, દૂધ કે અન્ય વસ્તુને ગરમ પાણીમાં બેકિંગ સોડા 10 મિનિટ સુધી મૂકી રાખ્યા બાદ ધોવા જોઇએ.

·         સર્જિકલ માસ્કનો એકવાર ઉપયોગ, કોટન માસ્ક ગરમ પાણીમાં ધોઇને પહેરી શકાય. 

·         શાકભાજીવાળા, દૂધપાર્લર, કરિયાણાનાં દુકાનદાર અનેક વ્યક્તિનાં સંપર્કમાં આવતાં હોવાથી તેમનાથી સોશિયલ ડીસ્ટન્ટ રાખવું. 

·         માસ્ક વિના બહાર ન જવું, દિવસમાં વારંવાર સેનેટાઇઝર કે સાબુથી હાથ સાફ કરવા.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post