• Home
  • News
  • ગઈકાલના તમામ 11 રિપોર્ટ નેગેટિવ, છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં: ડૉ.જયંતિ રવિ
post

44 પોઝિટિવ કેસમાંથી ત્રણના મોત, ત્રીજા ભાગના કેસ લોકલ ટ્રાન્સમિશનના

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 13:01:50

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે, જ્યારે આખાં રાજ્યમાં કુલ 44 લોકો કોરોનાનો ભોગ બન્યાં છે. જો કે આજે ગુજરાત માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. 
ગઈકાલે 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આજે કોરોના અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વૉરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.

44 દર્દીમાં અમદાવાદના 15, સુરતના 7, ગાંધીનગરના 7, વડોદરાના 8 અને રાજકોટના 5, કચ્છ 1 અને ભાવનગર 1નો સમાવેશ થાય છે.કોરોના વાઇરસના ફેલાવાનો ચિંતાજનક પડાવ શરૂ થઇ રહ્યો છે કારણ કે કોરોના પોઝિટિવ 44 દર્દીઓમાંથી ત્રીજાભાગ કરતાં વધુ એટલે કે 16 દર્દીઓને તો વિદેશથી ચેપ લઇને આવ્યાં બાદ તેના સંપર્કમાં આવવાથી વાઇરસ લાગુ પડ્યો છે

 

adv

Related News

post
post
post
post
post
post
post