• Home
  • News
  • વિદેશમાં કોરોના વકર્યો:અમેરિકામાં સતત બીજા દિવસે રેકોર્ડ 1.40 લાખ કેસ, ફ્રાન્સમાં લોકડાઉન 2 સપ્તાહ વધશે
post

દુનિયામાં અત્યારસુધી 5.30 કરોડથી વધુ સંક્રમિત, 12.98 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, 3.71 કરોડ સ્વસ્થ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 12:05:01

દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો શુક્રવારે સવારે 5.30 કરોડને પાર થઈ ગયો હતો. 3 કરોડ 71 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 12 લાખ 98 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. અમેરિકામાં સંક્રમણની ગતિ ઘટવાનું નામ જ નથી લઈ રહી. અહીં ગુરુવારે એક જ દિવસમાં એક લાખ 40 હજાર કેસ નોંધાયા હતા. તો આ તરફ ફ્રાન્સમાં લોકડાઉનથી ઘટતા કેસ પછી સરકાર એને બે સપ્તાહ વધારવાનો વિચાર કરી રહી છે.

અમેરિકામાં ફરી રેકોર્ડ
અમેરિકામાં સતત બીજા દિવસે એક લાખ 35 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે અહીં એક લાખ 40 હજાર કેસ નોંધાયા હતા. આ એક દિવસ પહેલાં એટલે કે બુધવારે એક લાખ 35 હજાર કેસ નોંધાયા હતા. કુલ એક સપ્તાહમાં 10 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ બધાની વચ્ચે કોરોના વાઈરસ ટાસ્કફોર્સમાં સામેલ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર ડોક્ટર એન્થોની ફૌસીએ કહ્યું, અમેરિકામાં કોઈ લોકડાઉનની જરૂર નથી. જો આપણે માસ્ક પહેરીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ તો લોકડાઉન જેવા કડક ઉપાયોની જરૂર નહીં પડે. તેમણેે સ્વીકાર્યું કે અમેરિકામાં કેસ વધારે છે, પણ આશા વ્યક્ત કરી છે કે વેક્સિન પણ ઝડપથી આવવાની છે. તેમના જણાવ્યા પ્રમાણે, એપ્રિલ અને મે સુધી સ્થિતિ કાબૂમાં રહેશે.

ઈટાલીમાં એપ્રિલ પછી સૌથી વધુ મોત
ઈટાલીમાં સંક્રમણની બીજી લહેર જોખમી સાબિત થઈ રહી છે. ગુરુવારે અહીં 636 સંક્રમિતોનાં મોત થયાં છે, જે 6 એપ્રિલ પછી એક દિવસમાં થતાં સૌથી વધુ મોત છે. આ ઉપરાંત એક જ દિવસમાં અહીં 5 હજાર નવા કેસ નોંધાયા હતા. પહેલી લહેર એટલે કે નવેમ્બર પછી સૌથી વધુ પ્રભાવિત શહેર લોમ્બાર્ડીમાં સ્થિતિ ફરી જોખમી થવા લાગી છે. અહીંની હોસ્પિટલમાં દાખલ થતા ગંભીર દર્દીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી છે. જોકે ઈટાલી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે લોકડાઉન નહીં કરે.

વેક્સિનથી સમાપ્ત થશે મહામારી જર્મન કંપની બાયોએનટેકના ચીફ એક્ઝિક્યુટિવ ઉગુર સેહિને કહ્યું છે કે કોવિડ-19ની વેક્સિન આવ્યા પછી મહામારી પૂરી રીતે સમાપ્ત થઈ જશે. એક ઈન્ટરવ્યુમાં સેહિને કહ્યું- આ મહામારીએ આખીય દુનિયાને બંધક બનાવી દીધી છે. અમને આશા છે કે વેક્સિન આવ્યા પછી આખી દુનિયા આઝાદ થઈ જશે. ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહી છે. અમને આશા છે કે ઝડપથી સારું પરિણામ જોવા મળશે. બાયોએનટેક અને ફાઈઝર ઘણા ઝડપથી આગળ વધી રહી છે, જે દર્દીઓમાં લક્ષણ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યાં છે તેમના માટે આ બહુ અસરકારક હશે. અમને બસ એટલી ખબર છે કે આ વેક્સિનથી વાઈરસ સમાપ્ત થઈ જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post