• Home
  • News
  • સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી કોરોના વાઈરસ ફેલાયો, જેલમાં બે કેદીનો રિપોર્ટ પોઝિટિવ
post

જેલમાં રહેલા પાકા કામના કેદી નવાબ ઉર્ફે કાલુ અને ઇસનપુર પોલીસે પોકસોના કેસમાં ઝડપેલા આરોપીની સારવાર કરાવવા ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 10:34:46

અમદાવાદ: રાજયમાં કોરોના વાઇરસના કેસો અમદાવાદમાં સતત વધે છે. દરેક વિસ્તારમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ સહિતના લોકો તેનો ભોગ બની રહ્યાં છે, ત્યારે હવે આ વાઇરસ સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી પણ ફેલાયો છે. સાબરમતી જેલમાં બે કેદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેલમાં રહેલા પાકા કામના કેદી નવાબ ઉર્ફે કાલુ અને ઇસનપુર પોલીસે પોકસોના કેસમાં ઝડપેલા આરોપીની સારવાર કરાવવા ગયા હતા. જેમનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. બંને કેદીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આ સાથે કુલ 199 કેસ પોઝિટિવ આવ્યા હતા. 

adv

Related News

post
post
post
post
post
post
post