• Home
  • News
  • બ્રિટનમાં ચાર્લ્સ-કેમિલાની તાજપોશી:આર્ક બિશપે શપથ લેવડાવ્યા, ચાર્લ્સે કહ્યું- હું સેવા કરવા માટે આવ્યો છું; કોહિનૂર જડિત તાજ પણ નહિ પહેરે
post

અગાઉ 1953માં રાણી એલિઝાબેથને તાજ પહેરાવવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-06 16:12:32

લંડન: બ્રિટનના કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાનો તાજપોશી સમારોહ વેસ્ટમિંસ્ટર એબે ચર્ચમાં શરૂ થઈ ગયો છે. બ્રિટિશ શાહી પરિવારમાં 70 વર્ષ બાદ આ સમારોહ યોજાશે. અગાઉ 1953માં રાણી એલિઝાબેથને તાજ પહેરાવવામાં આવ્યો હતો. ત્યારે તેઓ 27 વર્ષનાં હતાં. એ સમયે ચાર્લ્સ 4 વર્ષના હતા. હાલ કિંગ ચાર્લ્સ 74 વર્ષના છે.

ચાર્લ્સના પરિચય સાથે તાજપોશીની શરૂઆત થઈ હતી

સૌ પ્રથમ, ચાર્લ્સને રાજા તરીકે લોકો સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન તેઓ સિંહાસન સામે એબેની તરફ ઊભા રહ્યા હતા. આર્કબિશપે તેમના મહારાજા બનવાની જાહેરાત કરી હતી, બાદમાં ચાર્લ્સે ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ પર હાથ મૂકીને શપથ લીધા હતા. શપથ દરમિયાન તેમણે કહ્યું કે હું શાસન કરવા નહીં, સેવા કરવા માટે આવ્યો છું.

ખરાબ હવામાનની ચેતવણીઓ હોવા છતાં,કિંગનો કાફલો જે માર્ગ પરથી જશે તે માર્ગ પર હજારો લોકોની ભીડ જામી છે. બકિંગહામ પેલેસની બહાર, ધ મોલ અને વેસ્ટમિન્સ્ટર એબેની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પરિવાર સાથે રોડ, પાર્ક અને ફૂટપાથ પર જોવા મળે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post