• Home
  • News
  • અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો- કોરોનાવાઈરસ આંખોથી શરીરમાં પ્રેવશ કરી શકે છે, આંસુથી પણ સંક્રમણ ફેલાવાનું જોખમ
post

કોવિડ-19ના 30 ટકા દર્દીઓમાં કંજંક્ટિવાઇટિસનાં લક્ષણો જોવા મળ્યા, આંખોમાં લાલાશ અને સોજો જોવા મળ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 11:49:50

કોરોનાવાઈરસ આંખોથી પણ શરીરમાં પ્રવેશ કરી શકે છે અને આંસુ દ્વારા સંક્રમણ ફેલાવી શકે છે. આ દાવો અમેરિકાની પ્રતિષ્ઠિત રિસર્ચ યુનિવર્સિટી જ્હોન્સ હોપકિન્સના સંશોધનકારોએ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે,  ACE-2 નામના એન્ઝાઈમ રિસેપ્ટરની મદદથી કોરોનાવાઈરસ શરીરના કોષોને જકડીને  માનવ આંખમાં પ્રવેશ કરી શકે છે. 

નવા રિસર્ચના પરિણામો સામે આવ્યા છે કે, ફેફસાં, શ્વસન માર્ગ અને અન્ય અવયવોની જેમ આંખોમાં પણ ACE-2 રિસેપ્ટર ઉત્પન્ન થાય છે. તેની મદદથી કોરોનાનો Sars-CoV-2 શરીરમાં પ્રવેશ કરી શકે છે. જો સંક્રમિત દર્દીને ઉધરસ આવે અથવા થૂંકના ડ્રોપલેટ્સ આંખો સુધી પહોંચે છે તો પણ કોરોના સંક્રમણ ફેલાવવાનું જોખમ રહે છે. 

કંજંક્ટિવાઇટિસ કોરોનાનું કારણ બની શકે છે
રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કોવિડ-19 આંખોની પ્રચલિત બીમારી કંજંક્ટિવાઇટિસના કારણે પણ થઈ શકે છે. આવા લક્ષણો 30% દર્દીઓમાં પણ જોવા મળ્યાં છે. જ્યારે આંખોમાં સોજો આવી જાય છે અને તે લાલ થઈ જાય છે. કોરોનાવાઈરસ શ્વસન માર્ગ દ્વારા પણ આંખો સુધી પહોંચી શકે છે અને આવી સ્થિતિમાં બીમારી વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

હાઈબીપી અને ડાયાબિટીસના દર્દીઓને જોખમ વધારે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓમાં  ACE-2 રિસેપ્ટર સ્વસ્થ લોકોની સરખામણીએ વધારે ઉત્પન્ન થાય છે, એટલા માટે તેમને સંક્રમણનું જોખમ પણ વધારે રહે છે. રિસર્ચ દરમિયાન એવા પુરાવા પણ મળી આવ્યા છે જે સૂચવે છે કે તે ધૂમ્રપાન કરનારાઓમાં પણ તે વધારે ઉત્પન્ન થાય છે.

ACE-2 રિસેપ્ટર જેટલું વધારે,  એટલું વધુ જોખમ
સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, કોરોના આંખો દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકે છે એટલા માટે આંસુઓથી સંક્રમણ ફેલાઈ શકે છે. ACE-2 રિસેપ્ટર એક પ્રકારનું કોરોનાનું ગેટ-વે છે, જેની મદદથી તે એન્ટ્રી કરે છે. ACE-2 રિસેપ્ટર આંખોની  કોર્નિયામાં જોવા મળે છે. રિસર્ચ  ટીમના મુખ્ય સંશોધનકર્તા લિન્ગલી ઝાઉના જણાવ્યા પ્રમાણે, શરીરમાં આ રિસેપ્ટરનું પ્રમાણ જેટલું વધારે છે હશે સંક્રમણનું જોખમ પણ એટલું વધારે રહેશે અને વાઈરસ સરળતાથી લોહી સુધી પહોંચી જશે.

બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે ACE-2 રિસેપ્ટર
સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, જો શરીરના કોષોમાં  TMPRSS2 નામના એન્ઝાઈમ જોવા મળે છે તો ACE-2 રિસેપ્ટર સરળતાથી સંક્રમણ ફેલાવામાં કોરોનાવાઈરસની મદદ કરે છે. કોષોમાં તે બંને હોવાથી વાઈરસ શરીરમાં પોતાની સંખ્યા વધારે છે.

માસ્ક શીલ્ડથી આંખોને બચાવવી જરૂરી
સંશોધનકર્તા ડો. લિન્ગલી ઝાઉના જણાવ્યા પ્રમાણે, સંક્રમિત મનુષ્યના આંસુમાં વાઈરસના અંશ હોઈ શકે છે એટલા માટે માસ્કની સાથે આંખોનું રક્ષણ કરવું પણ જરૂરી છે. બચાવ માટે ચશ્માં અથવા શીલ્ડનો ઉપયોગ કરી શકો છો. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post