• Home
  • News
  • કોરોનાવાઈરસ લોહી દ્વારા શરીરના કોઈપણ અંગ સુધી પહોંચી શકે છે, બ્લડ પ્રેશર અને હૃદયના દર્દીઓને વધારે જોખમ
post

જ્યુરિચ યુનિવર્સિટીના સંશોધનકારોએ કહ્યું- કોરોના રક્તવાહિનીઓની ઉપરની સપાટીને નષ્ટ કરીને લોહીના પ્રવાહને અટકાવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-23 12:16:22

કોરોનાવાઈરસ ઝડપથી તેનું સ્વરૂપ (મ્યૂટટે) અને સંક્રમણ કરવાની રીત પણ બદલી રહ્યો છે. દુનિયાભરમાં કેસ વધવાની સાથે સંક્રમણના કારણો પર પણ રિસર્ચ કરવામાં આવ્યું રહ્યું છે, જેમાં એવું જાણવા મળ્યુ છે કે, વાઈરસ શરીરના દરેક હિસ્સામાં લોહી પહોંચડાતી રક્તવાહિનીઓ પર હુમલો કરી રહ્યો છે. આ દાવો સ્વિટ્ઝર્લેન્ડની જ્યુરિચ યુનિવર્સિટીના સંશોધનકો દ્વારા કરવામાં આવ્યો છે. લાન્સેન્ટ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, તે રક્તવાહિનીઓને સંક્રમિત કરીને શરીરના કોઈપણ ભાગમાં પહોંચવાથી તે જીવલેણ બની શકે છે.

એક ભાગમાં જમા થવા લાગે છે લોહી
સંશોધનકાર ફ્રેંક રસ્ચિજ્કાના જણાવ્યા પ્રમાણે, રક્તવાહિનીઓની ઉપરની સપાટી પર હુમલો કરે છે, આ ભાગને એન્ડોથેલિયમ (ધમની તથા નસોમાં રહેલી રેખાઓ) કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે અને શરીરમાં કોઈ એક ભાગમાં લોહી જમા થવા લાગે છે. રિસર્ચના પરિણામોથી એક વાત સ્પષ્ટ થાય છે કે કોરોનાવાઈરસ માત્ર ફેફસાંને જ નથી જકડી રહ્યો પરંતુ બીજા અંગોને પણ અસર કરી રહ્યો છે. 

બ્લડ પ્રેશર-હૃદયના દર્દીઓને વધારે જોખમ
સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, બીજા લોકોની સરખામણીએ હાઈબીપી અને હ્રદય રોગ ધરાવતા લોકોને કોરોનાના સંક્રમણનું જોખમ વધારે રહે છે. આવા દર્દીઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. સંશોધનકાર ફ્રેંક રસ્ચિજ્કાના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી સંક્રમણના આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં કોરોના હૃદય, કિડની આંતરડા અને ફેફસાંને જકડી ચૂક્યો છે. 


આ રીતે રિસર્ચ થયું
સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, સંક્રમણની રીતને સમજવા માટે કોરોના પીડિતોની રક્તવાહિનીઓને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં જોવામાં આવી તો તે ક્ષતિગ્રસ્ત જોવા મળી. તેનું કારણ ACE2 રિસેપ્ટર એન્ઝાઈમ જણાવવામાં આવ્યું છે. આ એન્ઝાઈમ શરીરના ઘણા અંગો જેમ કે ફેફસાં, હૃદયના કોષો અને કિડનીમાં જોવા મળે છે. વાઈરસ આ એન્ઝાઈમને જકડી રાખે છે અને બાદમાં સંક્રમણ ફેલાવે છે. 


ઓટોપ્સી રિપોર્ટમાં પુષ્ટિ થઈ
સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, પહેલાથી કોઈ ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોની રક્તવાહિનીઓ નબળી હોવાને કારણે તેમને કોરોના સંક્રમણનું જોખમ વધારે રહે છે. સ્મોકિંગ, હાઈબીપી, હૃદય રોગ, મેદસ્વિતા, ડાયાબિટીસના દર્દીઓમાં આ કમજોરી હોય છે અને તેનો ફાયદો કોરોનાના વાઈરસને મળી રહ્યો છે. કોરોના દર્દીઓના ઓટોપ્સી રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ પણ થઈ છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, રક્તવાહિનિઓની ઉપરની સપાટીમાં વાઈરસનું તીવ્ર સંક્રમણ હતુ.  

 

adv

Related News

post
post
post
post
post
post
post