• Home
  • News
  • UPના ભૂતપુર્વ CM મુલાયમ સિંહ યાદવ કોરોના સંક્રમિત થયા, સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- 26થી 60 વર્ષ વચ્ચેના 45 ટકા દર્દીઓએ જીવ ગુમાવ્યો, દર્દીઓનો આંકડો 73 લાખને પાર
post

દેશમાં અત્યાર સુધીમાં 1.11 લાખ લોકોના થયા છે મોત, 8.12 લાખ દર્દીઓનો ચાલી રહી છે સારવાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 10:14:25

ભારતમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો નવ કરોડને પાર થઈ ગયો છે. દર દિવસે 10થી 12 લાખ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. સૌથી વધુ એક લાખથી વધુ ટેસ્ટ ઉત્તરપ્રદેશ અને બિહારમાં કરવામાં આવી રહ્યા છે. દુનિયાના બીજા દેશોની તુલના કરવામાં આવે તો સૌથી વધુ 16 કરોડ ટેસ્ટિંગ ચીને કર્યા છે. 12 કરોડ 5 હજાર ટેસ્ટિંગ સાથે અમેરિકા બીજા નંબરે છે. ભારત ત્રીજા નંબરે છે.

મુલાયમ સિંહ યાદવ કોરોના સંક્રમિત થયા
ઉત્તરપ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ કોરોના સંક્રમિત થયા છે. સમાજવાદી પાર્ટીના ટ્વિટર એકાઉન્ટ પર આ જાણકારી આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે તેમના પત્ની સાધના ગુપ્તા પણ કોરોના સંક્રમિત થયા છે. જોકે આ અંગે પૃષ્ટિ થઈ શકી નથી. મુલાયમ સિંહ યાદવને અત્યારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું છે કે અમે સીનિયર ડોક્ટર્સના સંપર્કમાં છીએ. અત્યારે નેતાજીનું સ્વાસ્થ્ય સ્થિર છે.

મીડિયા રિપોટ્સ મુજબ તેમની પત્ની સાધના ગુપ્તા પણ સંક્રમિત થયા છે. જો કે, હજુ સુધી તેની પુષ્ટિ નથી થઈ. મુલાયમસિંહ યાદવને હાલ ગુરુગ્રામની મેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સપા ચીફ અખિલેશ યાદવે પણ ટ્વીટ કર્યુ. તેઓએ લખ્યું, "અમે સીનિયર ડોકટર્સના સંપર્કમાં છીએ. હાલ નેતાજીની તબિયત સ્વસ્થ છે."

26થી 60 વર્ષના 45% દર્દીઓના મોત
કોરોના પ્રત્યે યુવાનો તથા ઓછી ઉંમરના લોકો દ્વારા દાખવવામાં આવતી બેદરકારી ભારે પડી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાકીય માહિતી પ્રમાણે ઓછી ઉંમરના દર્દીઓમાં મૃત્યુની સંખ્યા સતત વધવા લાગી છે. અત્યાર સુધીમાં જીવ ગુમાવનાર લોકો પૈકી 45 ટકા દર્દી 26 થી 60 વર્ષ વચ્ચેના છે. મંત્રાલયે યુવાનોને સાવચેત કર્યા છે. તેમણે કહ્યું છે કે જો તમે એવું વિચારતા હોય કે કોરોના ફક્ત વૃદ્ધ લોકોનો જ જીવ લઈ શકે છે તો આ બાબત ખોટી છે. આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ઓછી ઉંમરના લોકોમાં મૃત્યુ પણ ઝડપથી વધી રહ્યા છે. માટે હવે દરેક ઉંમરના લોકોએ સાવધાન થવાની જરૂર છે. આંકડા પ્રમાણે કુલ થયેલા મૃત્યુ પૈકી સૌથી વધારે 70 ટકા દર્દી પુરુષો હતા, જ્યારે 30 ટકા મહિલાઓ હતી. આ પૈકી 53 ટકા દર્દીની ઉંમર 60 વર્ષથી વધારે હતી.

દર્દીઓનો આંકડો 73 લાખને પાર

દેશમાંકોરોના દર્દીઓનોઆંકડો 73 લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં 73 લાખ 1 હજાર 870 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 8 લાખ 12 હજાર 548 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 63 લાખ 76 હજાર 919 લોકો સ્વસ્થ થઈ ગયા છે. સંક્રમણને પગલે 1 લાખ 11 હજાર 272 લોકોના મોત નિપજ્યા છે.

કોરોનાં અપડેટ્સ

·         નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના ડાયરેક્ટર જનરલ નવીન અગ્રવાલે મંગળવારે કહ્યું હતું કે જો કોવિડ-19 વેક્સિનના નિયમોમાં કોઈ છૂટ આપવાનો મામલો આવે છે તો પહેલા એજન્સી એનું એનાલિસિસ કરશે. ત્યારપછી કોઈ નિર્ણય કરવામાં આવશે.

·         હિમાચલ પ્રદેશ સરકારે બુધવારે અનલોક 5.0 હેઠળ નોન-એસી બસો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવે બસોની ઈન્ટર સ્ટેટ મૂવમેન્ટ પણ થઈ શકશે.

·         હિમાચલ પ્રદેશના મંત્રી રામ લાલ મારકંડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ હોમ આઈસોલેશનમાં રહેશે.

·         રેલવે મંત્રાલયે 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી 196 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે, જેના માટે અલગ અલગ રેલવે ઝોનથી પ્રસ્તાવ મોકલવામાં આવ્યા હતા.

·         ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડીજીએ જણાવ્યું હતું કે ભારતમાં રી-ઈન્ફેક્શનના અત્યારસુધીમાં બે કેસ નોંધાયા છે. આખી દુનિયામાં આવા કેસોની સંખ્યા 24 છે. તેમણે વધુમાં કહ્યું હતું કે રી-ઈન્ફેક્શન કેસ માટે અત્યારસુધીમાં WHOએ પણ કોઈ માપદંડ નક્કી કર્યા નથી.

પાંચ રાજ્યોની સ્થિતિ
1.
મધ્યપ્રદેશ
રાજ્યમાં મંગળવારે 1463 કેસ નોંધાયા છે, 1708 લોકો સાજા થયા છે અને 26 દર્દીનાં મોત થયાં છે. અત્યારસુધીમાં કુલ 1 લાખ 49 હજાર 761 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 1 લાખ 32 હજાર 429 લોકો સાજા થઈ ચૂક્યા છે, 14 હજાર 661 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે સંક્રમણથી 2671 દર્દીઓનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 24.5 લાખ લોકોની તપાસ થઈ ચૂકી છે.

2. રાજસ્થાન
રાજ્યમાં મંગળવારે 2035 લોકો સંક્રમિત થયા હતા, 1768 લોકો સાજા થયા અને 14 દર્દીનાં મોત થયાં. અત્યારસુધીમાં કુલ 1 લાખ 63 હજાર 219 લોકો સંક્રમિત નોંધાયા છે, જેમાંથી 1 લાખ 39 હજાર 616 લોકો સાજા થયા છે, 21 હજાર 924 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1679 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 33.9 લાખ લોકોની તપાસ થઈ ચૂકી છે.

3. બિહાર રાજ્યમાં મંગળવારે 1223 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. 1030 લોકો સાજા થયા છે અને 6 દર્દીઓનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 1 લાખ 98 હજાર 223 લોકો સંક્રમિત મળી આવ્યા છે, જેમાંથી 10 હજાર 638 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 76 હજાર 623 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણને કારણે અત્યારસુધીમાં 961 દર્દીનાં મોત થયાં છે.

4. મહારાષ્ટ્ર
મંગળવારે સતત બીજા દિવસે રાજ્યમાં 10 હજારથી ઓછા દર્દી નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 8522 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સારી વાત તો એ છે કે સાજા થનારાની સંખ્યા 15 હજાર 356 થઈ છે. 187 દર્દી એવા છે જેમનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 77.6 લાખ લોકોની તપાસ થઈ ચૂકી છે, જેમાં 15 લાખ 43 હજાર 837 લોકો સંક્રમિત થયા છે. હાલ 2 લાખ 5 હજાર 415 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 12 લાખ 97 હજાર 252 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી અત્યારસુધીમાં 40 હજાર 701 લોકોનાં મોત થયાં છે.

5.ઉત્તરપ્રદેશ
રાજ્યમાં મંગળવારે 2957 નવા દર્દી નોંધાયા, 3,662 લોકો સાજા થયા અને 28 દર્દીનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 1.2 કરોડ લોકોની તપાસ થઈ ચૂકી છે, જેમાં 4 લાખ 42 હજાર 118 સંક્રમિત નોંધાયા છે. હાલ 38 હજાર 82 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 3 લાખ 97 હજાર 570 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણે 6466 લોકોના જીવ લીધા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post