• Home
  • News
  • કોરોનિલ:પતંજલિએ લોન્ચ કરી રિસર્ચ આધારિત કોરોનાની નવી દવા, બાબા રામદેવે કહ્યું- હવે અમારી સામે કોઈ સવાલ ઉઠાવી શકશે નહિ
post

આ પહેલાં પતંજલિએ 23 જૂન 2020ના રોજ કોરોના માટે કોરોનિલ લોન્ચ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 12:37:43

યોગગુરુ બાબા રામદેવે થોડીવારમાં કોરોનાની નવી દવા લોન્ચ કરી. પતંજલિનો દાવો છે કે નવી દવા તથ્યો પર આધરિત છે. નવી દવા લોન્ચ કરવાના પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. નવી દવાનું નામ પણ કોરોનિલ છે. પતંજલિનું કહેવું છે કે કોરોનિલ ટેબ્લેટથી હવે કોવિડની સારવાર થશે.

નવી કોરોનિલ દવા CoPP-WHO GMP સર્ટિફાઈડ
આયુષ મંત્રાલયે કોરોનિલ ટેબ્લેટને કોરોનાની દવા તરીકે સ્વીકાર કરી છે. પતંજલિનું કહેવું છે કે નવી કોરોનિલ દવા CoPP-WHO GMP સર્ટિફાઈડ છે. દવા લોન્ચ કરતાં બાબા રામદેવે કહ્યું હતું કે યોગ આયુર્વેદને રિસર્ચ બેઝ્ડ ટ્રીટમેન્ટ તરીકે ચિકિત્સા પદ્ધતિના રૂપમાં અપનાવવામાં આવે છે.

પતંજલિએ સેંકડો રિસર્ચ પેપર અત્યારસુધીમાં પબ્લિશ કર્યાઃં બાબા રામદેવ
આ દરમિયાન બાબા રામદેવે કહ્યું હતું કે હેલ્થના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર અને ગ્લોબલ લીડર બની રહ્યું છે. યોગ અને આયુર્વેદને અમે વૈજ્ઞાનિક પ્રમાણિતતાની સાથે સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છે, પતંજલિએ સેંકડો રિસર્ચ પેપર અત્યારસુધીમાં પબ્લિશ કર્યાં છે, અમે યોગક્રિયાઓને વૈજ્ઞાનિક તથ્યોની સાથે વિશ્વ સમક્ષ મૂક્યું છે.

કોરોનિલની પર થયું છે રિસર્ચ
બાબા રામદેવે કહ્યું હતું અમે કોરોનિલ દ્વારા લોકોને જીવનદાન આપવાનું કામ કર્યું તો ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો, કેટલાક લોકોના મનમાં એવું હોય છે કે રિસર્ચ માત્ર વિદેશમાં જ થઈ શકે છે. ખાસ કરીને આયુર્વેદના રિસર્ચને લઈને ઘણા પ્રકારના શક કરવામાં આવે છે. જોકે હવે અમે તમામ પ્રકારના શકનાં વાદળોને દૂર કર્યાં છે. કોરોનિલની વિવિધ બીમારીઓમાં થતી અસર પર અમે રિસર્ચ કર્યું છે.

વૈજ્ઞાનિક આધારને કારણે લોકોનો વિશ્વાસ વધશેઃ ગડકરી
બીજી તરફ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે પતંજલિના અનુસંધાનથી દેશને ફાયદો તો થશે, પરંતુ વૈજ્ઞાનિક રીતે કામ કરવા માટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ધન્યવાદ આપું છું, જે વૈજ્ઞાનિક આધાર લઈને ફરીથી લોકો સમક્ષ આવ્યા છે, જેથી લોકોનો વિશ્વાસ વધશે.

આ પહેલાં પતંજલિએ 23 જૂન 2020ના રોજ કોરોના માટે કોરોનિલ લોન્ચ કરી હતી, જેમાં 7 દિવસમાં કોરોનાની સારવારનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે લોન્ચ થતાંની સાથે જ આ દવા વિવાદોમાં આવી ગઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post