• Home
  • News
  • દેશને પ્રથમ વોટર મેટ્રો મળી:મોદીએ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો, કેરળને પ્રથમ વંદે ભારત આપી
post

કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટમાં રૂ. 1,136.83 કરોડના ખર્ચે 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ્સ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-25 19:01:03

કોચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય તેમણે દેશની પ્રથમ વોટર મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ તિરુવનંતપુરમમાં ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો અને વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેઓ સવારે 11 વાગ્યે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પહોંચ્યા અને તિરુવનંતપુરમ-કસારાગોડ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રવાના કરાવી હતી.

બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં દેશના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1515 કરોડ છે. પ્રથમ તબક્કામાં 200 કરોડ ખર્ચવામાં આવશે. આ સિવાય પીએમએ દેશની પ્રથમ વોટર મેટ્રો સેવાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પોર્ટ સિટી કોચીમાં બનેલ મેટ્રો કોચી શહેરને નજીકના 10 ટાપુઓ સાથે જોડશે.

આ વોટર મેટ્રો કેરળનો ડ્રીમ પ્રોજેક્ટ છે
કેરળના CM પિનારાઈ વિજયને કહ્યું હતું, 'વિશ્વકક્ષાની કોચી વોટર મેટ્રો એની યાત્રા માટે તૈયાર છે. એ કોચી અને એની આસપાસના 10 ટાપુને જોડવાનો કેરળનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટમાં રૂ. 1,136.83 કરોડના ખર્ચે 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ્સ છે. આ પ્રોજેક્ટને કેરળ સરકાર (GoK) અને KFW દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. KFW એ જર્મન ફંડિંગ એજન્સી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post