• Home
  • News
  • વેક્સિનેશનની તૈયારી:આજે દેશભરમાં ડ્રાઈ રન, ટ્રેનિંગ લઈ ચૂકેલા 96 હજારથી વધુ હેલ્થવર્કર્સની તૈયારીઓની પરખ થશે
post

વેક્સિન સંબંધિત કોઈ પણ માહિતી કોઈ પણ રાજ્યમાં 104 નંબર ડાયલ કરીને હાંસિલ કરી શકાશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-02 09:53:01

કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાં વેક્સિન માટે ઘણા રાજ્યોમાં ડ્રાઈ રન સફળ રહ્યો. હવે દિલ્હી સહિત દેશભરમાં શનિવારે ડ્રાઈ રન કરાશે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે રિવ્યૂ મીટિંગ કરી હતી.

ડ્રાઈ રન કેવી રીતે થશે?
ડ્રાઈ રનની પ્રોસેસમાં વેક્સિનેશન ઉપરાંત ચાર સ્ટેપ સામેલ કરાશે. જેમાં 1.બેનીફિશિયરી(જે લોકોને ડમી વેક્સિન લગાવવાની છે)ની માહિતી. 2. જ્યાં વેક્સિન આપવાની છે તે જગ્યાની માહિતી. 3. સ્થળ પર ડોક્યૂમેન્ટ્સનું વેરિફીકેશ. 4. વેક્સિનેશનની મોક ડ્રિલ અને રિપોર્ટિંગની માહિતી અપલોડ કરવાનું સામેલ છે.

ડ્રાઈ રનમાં પહેલા લિસ્ટમાં સામેલ અમુક લોકોને ડમી વેક્સિન આપવામાં આવશે. આ દરમિયાન વેક્સિનેશન શરૂ કરતા પહેલા જરૂરી વ્યસ્થાનો રિવ્યૂ કરાશે. જેનાથી અસલી વેક્સિનેશન દરમિયાન આવતી સંભવિત મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયાસ કરી શકાય.

દરેક સાઈટ પર મેડિકલ ઓફિસર ઈનચાર્જ 25 બેનીફિશિયરીને પસંદ કરશે. દરેક સેન્ટર પર ત્રણ રૂમ હશે. પહેલો રૂમ વેઈટિંગ માટે હશે. જેમાં હેલ્થ વર્કરની પુરેપુરી માહિતીનો ડેમો મેચ હશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે. ત્રીજા રૂમમાં વેક્સિન લગાવનારને 30 મીનિટ રાખવામાં આવશે. જેથી તેને કોઈ પરેશાની થાય તો સારવાર કરાવી શકાય.

ડ્રાઈ રનમાં આ બેનફિશિયરી હેલ્થ વર્કર્સ જ રહેશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે તે બેનીફિશિયરીનો ડેટા Co-WIN એપ પર અપલોડ કરે. આ વેક્સિનની ડિલેવરી અને મોનીટરિંગનું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ પ્રોસેસ પછી Co-WIN ઉપયોગી નિવડશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, લગભગ 96 હજાર વેક્સિનેટરને વેક્સિનેશનની ટ્રેનિંગ આપવામાં આવી છે. 2360 પાર્ટિસિપેન્ટ્સને નેશનલ ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ ઈન્સ્ટીટ્યૂટમાં અને 719 જિલ્લામાં 57 હજારથી વધુ પાર્ટિસિપેન્ટ્સને ટ્રેનિંગ આપવામાં આવી છે. વેક્સિન સંબંધિત કોઈ પણ માહિતી કોઈ પણ રાજ્યમાં 104 નંબર ડાયલ કરીને હાંસિલ કરી શકાશે.

UPમાં લખનઉના 6 સેન્ટર પર ડ્રાઈ રન
રાજધાની લખનઉમાં સહારા હોસ્પિટલ, આરએમએલ હોસ્પિટલ, કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટી, SGPI અને માલ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર વેક્સિનનો ડ્રાઈ રન કરાશે. સાથે જ પાંચ જાન્યુઆરીએ તે સમગ્ર રાજ્યના મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં થશે. અત્યાર સુધી પાંચ લાખથી વધુ સ્વાસ્થ્ય ટીમોએ દેખરેખ હેઠળ 3.10 કરોડ ઘરને કવર કર્યા છે. 15.08 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના 4 જિલ્લામાં ડ્રાઈ રન થશે
અહીં પૂણે, નાગપુર, જાલના અને નંદુરૂબારમાં વેક્સિનનો ડ્રાઈ રન કરાશે.

બિહારના 3 જિલ્લામાં ડ્રાઈ રન
પટનામાં આ અંગે ત્રણ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં શાસ્ત્રીનગર શહેરી સ્વાસ્થ્ય કેન્દ્ર, ફુલવારી PHC અને દાનાપુર હોસ્પિટલમાં આ ડ્રાઈ રન થશે. પટના ઉપરાંત જમુઈ અને બેતિયામાં પણ એક એક સેન્ટર પર ડ્રાઈ વેક્સિનેશન કરાશે.

કર્ણાટકના પાંચ જિલ્લામાં ડ્રાઈ રન થશે
રાજ્યના પાંચ જિલ્લા બેંગલુરુ, અર્બન, મૈસૂરુ, શિવમોગા, બેલગાવી અને કલબુર્ગીમાં વેક્સિનનો ડ્રાઈ રન કરાશે. દરેક જિલ્લામાં ત્રણ સાઈટ હશે. એક જિલ્લામાં એક તાલુકામાં અને એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં.

પંજાબમાં માત્ર પટિયાલામાં ડ્રાઈ રન થશે
અહીં પટિયાલામાં ત્રણ સેન્ટર પર 2 અને 3 જાન્યુઆરીએ ડ્રાઈ રન કરાશે. આ સેન્ટર છે- ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સદ્ધાવના હોસ્પિટલ અને શતરાણના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર. સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહ સિદ્ધુએ આ માહિતી આપી હતી.

હરિયાણાના પંચકૂલામાં ડ્રાઈ રન થશે
અહીં માત્ર પંચકૂલા જિલ્લાની ત્રણ સાઈટ્સ પર ડ્રાઈ રન કરાશે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ ડો.સૂરજ ભાન કંબોજે શુક્રવારે આ માહિતી આપી હતી.

મધ્યપ્રદેશમાં એક જિલ્લામાં ડ્રાઈ રન થશે
રાજધાની ભોપાલમાં ત્રણ પોઈન્ટ પર ડ્રાઈ રન થશે. જેના માટે લોકોનો Co-WIN પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે. ત્યાપછી તેમને મેસેજ દ્વારા વેક્સિનેશન માટે સમય અને સ્થળ વિશે જણાવવામાં આવશે. આ મોક ડ્રિલની વિગત અને આંકડા કેન્દ્રને મોકલવામાં આવશે.

ગુજરાતના ચાર જિલ્લામાં ડ્રાઈ રન
રાજ્યના ચાર જિલ્લામાં ડ્રાઈ રન કરાશે. આ જિલ્લા છે- દાહોદ, ભાવનગર, વલસાડ અને આણંદ. રાજ્યના હેલ્થ કમિશનર જય પ્રકાશ શિવહરેએ શુક્રવારે આ માહિતી આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post