• Home
  • News
  • ભાજપ મિશન@182:પાટીલની 20-20 સ્ટાઇલની ધૂઆધાર બેટીંગ 2022ની 'ટેસ્ટમેચ' સુધી ફોર્મમાં રહેશે કે બોલ્ડ થઈ જશે?
post

ભાજપ પ્રમુખનો ચાર્જ સાંભળતા જ સી.આર પાટીલે કઠોર નિર્ણયો લેવા માંડ્યા, કાર્યકરો રિચાર્જ, નેતાઓમાં ફફડાટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 10:46:38

ગુજરાત ભાજપના પ્રમુખ બનતાની સાથે જ સી.આર પાટીલે 20-20 સ્ટાઇલથી કડક કઠોર અને ઝડપી નિર્ણયોતો શરૂ કરી દીધા છે. પણ તેમના આ નિર્ણયો સામે નારાજગી અને વિરોધના સૂર અંદરખાને તો ચાલુ થઈ ગયા છે તે જોતા પાટીલની 20-20નું પરિણામ 2022ની વિધાનસભામાં ખબર પડી જશે.

સી.આર પાટીલના 20-20 સ્ટાઈલથી નિર્ણયો અને આદેશો
ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આ૨.પાટીલ હોદો સંભાળતા જ તેઓ 20-20 સ્ટાઈલથી નિર્ણયો અને આદેશો કરવા લાગ્યા છે. પક્ષ દ્વારા હાલ તાલુકા કક્ષાએ નવા સંગઠનની મંજૂરી આપી દીધી છે અને રોજ સંખ્યાબંધ તાલુકાઓમાં નવુ સંગઠન જાહે૨ થઈ ૨હ્યું છે તે વચ્ચે પાટીલે બે મહત્વપૂર્ણ વિધાનમાં તેઓનો ધ્યેય 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ 182 બેઠકો મેળવવાનું લક્ષ્યાંક હોવાનું જાહે૨ કરીને પક્ષમાં નવી ચર્ચા જગાવી દીધી છે.

ભાજપે ક્રોસ વોટીંગથી રાજ્યસભાની બેઠકો જીતવાનો વ્યુહ અપનાવ્યો છે
તો બીજીત૨ફ પાટીલે એક મહત્વપૂર્ણ વિધાનમાં જણાવ્યું કે, હું માનું છું કે કોંગ્રેસના લોકો આપણામાં જોડાઈ અને આપણે ચૂંટણી જીતીએ તેવી પરિસ્થિતિ શા માટે ચલાવી લેવી જોઈએ? પાટીલના આ વિધાને ભાજપમાં ખળભળાટ મચાવી દીધો છે, 2017માં માત્ર 99 બેઠકો સાથે ના વિજય બાદ અત્યા૨ સુધીમાં ભાજપે રાજ્યસભાના ચૂંટણીના નામે અને ધારાસભ્યની તેની ક્ષમતાના આધારે બેઠકો જીતવાને બદલે કોંગ્રેસમાંથી ધારાસભ્યોને રાજીનામા અપાવીને, ક્રોસ વોટીંગ કરાવીને રાજ્યસભાની બેઠકો જીતવા માટેનું વ્યુહ અપનાવ્યો છે અને છેલ્લે પણ કોંગ્રેસમાંથી જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તેમને હવે ભાજપે ફરી ચુંટાવા માટે પેટા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

શું કોંગ્રેસના કા૨ણે જ આપણે જીતીએ તેવી પરિસ્થિતિ ચાલુ રાખવી છે: પાટીલ
પક્ષના સુત્રોએ કહ્યું કે પાટીલે કાર્યકરોને સંબોધતા સમયે શું કોંગ્રેસના કા૨ણે જ આપણે જીતીએ તેવી પરિસ્થિતિ ચાલુ રાખવી છે. તેઓ જ્યારે વિધાન ર્ક્યુ ત્યારે કાર્યર્ક્તાઓએ ના એવો શબ્દ પ્રમુખ પાસે જો૨થી ઉચ્ચાર્યો હતો અને આમ 2017 બાદ ભાજપ જે રીતે ગુજરાતમાં કોંગ્રેસને તોડીને પોતાની લીટી લાંબી કરી ૨હ્યું છે તેને પક્ષ હવે અપનાવશે નહીં તેવા સંકેત તો પાટીલે આપી દીધા છે.

ભાજપે રાજ્યસભાની એક બેઠક જીતવા માટે કોંગ્રેસના આઠ ધારાસભ્યને તોડ્યા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કદી 1984ના માધવસિંહ સોલંકીના 149 બેઠકોનો લક્ષ્યાંક પા૨ પાડી કરી શક્યો નથી અને પાટીલે જે 182નો લક્ષ્યાંક આપ્યો તે માટે હવે તેઓ કઈ રીતે આગળ વધે છે તેના પ૨ સૌની નજ૨ છે. ખાસ કરીને ભાજપે જે રીતે રાજ્યસભાની એક બેઠક જીતવા માટે કોંગ્રેસના આઠ ધારાસભ્યને તોડ્યા હતા. અને જે રીતે હવે પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા આયાતીને જીતાડવા માટે પક્ષ દ્વારા કાર્યર્ક્તાઓને જવાબદારી સોંપાઈ ૨હી છે તે જોતા ભાજપમાં હાલ અસંતોષ છે અને 2019માં અલ્પેશ ઠાકો૨, ધવલસિંહ ઝાલાને ભાજપના જ કા૨ણે હા૨ મળી હતી. તે ખુદ અલ્પેશ ઠાકો૨ના નેતા સ્વીકારે છે તને તેમની કા૨કિર્દી સામે પ્રશ્ર્ન ઉભો થઈ ગયો છે.

સી.આર પાટીલે કોંગ્રેસના આધારે ચૂંટણી જીતવી નથી તેવું વિધાન ર્ક્યુ
સુત્રોના જણાવ્યા મુજબ 2020ની આ પેટાચૂંટણીમાં ભાજપ માટે સ્થાનિક અસંતોષ એ નિશ્ચિતબાબત છે. પક્ષના પૂર્વ ધારાસભ્યો કે અનેક અગ્રણીઓ કે જેઓ ધારાસભા ચૂંટણી લડવા આતુ૨ છે તેમના પ૨ જે રીતે આયાતીઓને થોપી બેસાડાય અને તે પણ રાજ્યસભાની એક બેઠક જીતવા માટે આ બેઠકો ઉપ૨ ભાજપના આગેવાનો માટે કાયમની ચોકડી લાગી જાય તેવી સ્થિતિ ઉભી કરી તેનો અસંતોષ ડામવા માટે અને સી.આ૨.પાટીલ પોતાની પ્રથમ આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં ક્યાંય મોટો આંચકો ન લાગે તે માટે હાલ હવે કોંગ્રેસના આધારે ચૂંટણી જીતવી નથી તેવું વિધાન ર્ક્યુ હોવાનું મનાય છે.

સી.આ૨.પાટીલની નિમણુંક એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી
સુત્રોએ એ પણ જણાવ્યું કે, સી.આ૨.પાટીલની નિમણુંક એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી છે જે લાંબા સમયથી આ રીતે પક્ષપલ્ટાથી બેઠકો જીતવા કે રાજ્યસભા ચૂંટણી જીતવા માટે રાજી ન હતા અને મોદીએ તેમના કાર્યકાળમાં પોતાની તાકાતથી ભાજપને મજબુત બનાવ્યા પરંતુ છેલ્લા 6 વર્ષ જે રીતે કોંગ્રેસની લીટી લાંબી કરીને ભાજપની લીટી મોટી દેખાડવા પ્રયત્ન થઈ રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post