• Home
  • News
  • પાટીલનો ઉત્તર ગુજરાત પ્રવાસ:સી આર પાટીલે જગતજનની મા અંબાના દર્શન કર્યા, મંદિર પરિસરમાં જ સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા
post

નેતાઓ, કાર્યકરો અને ધારાસભ્ય અને સાંસદ પણ પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસમાં જોડાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 11:41:57

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 'માં અંબા'ના દર્શન કરીને તેમના ઉત્તર ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી છે. જો કે મંદિર પરિસરમાં જ ભાજપના કાર્યકરો અને નેતાઓ ટોળે વળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોાન સામે આપેલા મંત્ર દો ગજ કી દૂરીનો ઉલાળ્યો કર્યો હતો.

અંબાજીમાં ભવ્ય સ્વાગત
અંબાજી ખાતે ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા સી આર પાટીલનું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા વગાડી, પરંપરાગત વેશભૂષામાં સાંસ્કૃતિક નૃત્યો સાથે પાટીલના અંબાજીથી શરૂ થતાં ઉત્તર ગુજરાત પ્રવાસનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંગઠનના પદાધિકારીઓ પણ જોડાયા
પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી, સાંસદ પરબત પટેલ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post