• Home
  • News
  • CR પાટીલે કહ્યું...:‘60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનો નિયમ MLA માટે નથી’
post

પાલિકાની ફોર્મ્યુલા વિધાનસભામાં લાગુ કરવામાં ભાજપ ડર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-24 11:34:14

અમરેલી ખાતે પરસોતમ રૂપાલાના સન્માન સમારોહમાં આવી પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલે અમરેલીની મેડિકલ મેડિકલ કોલેજ ખાતે બોલતાં જણાવ્યું હતું કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ આપવામાં નહીં આવે; આ નિર્ણય જિલ્લા પંચાયત અને કોર્પોરેશન માટે લેવાયો છે, એ વિધાનસભા માટે નથી લેવાયો.

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ તાજેતરમાં અમરેલી સિવિલ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ફાળવ્યો હતો. એ નિમિત્તે તેમના આ સન્માન સમારોહમાં આવેલા સી.આર. પાટીલે રમૂજ કરતાં એમ પણ જણાવ્યું હતું કે આ નિર્ણય પંચાયત અને કોર્પોરેશન માટે છે, વિધાનસભા માટે નથી એની સ્પષ્ટતા કરી દઉં, નહીંતર અહીં બેઠેલા ધારાસભ્યો હમણાં ઊભા થઇ જશે.

સીએમ, ડેપ્યુટી સીએમ પણ 60+ના, 11 મંત્રી, 36 MLAને ઘરે બેસવું પડે, એટલે આ ફોર્મ્યુલા લાગુ કરવી શક્ય નથી
60
વર્ષથી ઉપરનાની ટિકિટ કાપવાની ફોર્મ્યુલા વિધાનસભા ચૂંટણીમાં એટલા માટે પણ ચાલી શકે નહીં, કારણ કે જો આવું થયું તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત 11 મંત્રી (ભૂપેન્દ્રસિંહ, આર.સી. ફળદુ, સૌરભ પટેલ, કુંવરજી બાવળિયા જેવા મંત્રીઓ)ની ટિકિટ કાપવી પડે. તો બીજી બાજુ, ભાજપના 36 ધારાસભ્યને પણ ઘરે બેસવાનો વારો આવે. આપપાર્ટીની તોડફોડ વચ્ચે ભાજપ આવું રિસ્ક લઈ શકે એમ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post