• Home
  • News
  • ક્રેડાઈએ 5 કરોડ, વીજકર્મી-કંપનીઓએ 16.50 કરોડ સીએમ રાહતનિધિમાં આપ્યા
post

કથાકાર જિજ્ઞેશ દાદાએ પણ રૂ. 5,55,555નું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં આપ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-31 09:30:45

ગાંધીનગરઃ કોરોના પીડિત લોકોની સારવાર આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી અપીલ પછી અત્યાર સુધીમાં 20 કરોડથી વધુનું દાન મળી ચૂક્યું છે. ક્રેડાઈ ગુજરાતે 5 કરોડ રૂપિયા દાન આપ્યું હતું. શુક્રવાર તા. 27મી માર્ચ સુધીમાં રૂ. 12.85 કરોડનું દાન 5200 નાગરિક-સંસ્થાએ આપ્યું છે. ઉપરાંત 54 હજાર વીજ કર્મચારીઓ રૂ. 6.50 કરોડ અને છ વીજ કંપનીઓ રૂ. 10 કરોડના દાન આપવાનો નિર્ણય લીધો હોવાનું ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું.  દરમિયાનમાં કથાકાર જિજ્ઞેશ દાદાએ પણ રૂ. 5,55,555નું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં આપ્યું છે.

6 કંપનીએ 10 કરોડનું દાન કર્યું
રાહત નિધિમાં શુક્રવાર સુધીમાં રૂ. 12.85 કરોડનું દાન 5200 નાગરિકો, સંસ્થાએ આપ્યું છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વીજ કંપનીના અધિકારી, કર્મચારીઓએ એક દિવસના પગારની કુલ રાશિ રૂ. 6.50 કરોડ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને તેની ચારેય વીજ વિતરણ કંપનીઓ - DGVCL, MGVCL, PGVCL અને UGVCL, વીજ ઉત્પાદન કંપની GSECL અને વીજ પરિવહન કામગીરીમાં જોડાયેલ GETCO સહિત 6 કંપનીઓએ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 10 કરોડના અનુદાનની જાહેરાત કરી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post