• Home
  • News
  • ભારતીય ટીમના બે ખેલાડી પર થશે કરોડોનો વરસાદ, BCCI આપી શકે છે મોટી ભેટ
post

BCCI બે યુવા ખેલાડીને કોન્ટ્રાક્ટમાં સમાવે તેવી સંભાવના

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-16 18:22:16

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધૂમ મચાવી છે. તે રોહિત શર્મા સાથે મળીને T20I અને ટેસ્ટ ક્રિકેટમાં ઇનિંગની શરૂઆત કરે છે. બીજી તરફ શિવમ દુબે પણ T20I ક્રિકેટમાં પોતાની છાપ છોડી રહ્યો છે. તેને હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. મળેલા અહેવાલો મુજબ BCCI તેના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં આ બંને ખેલાડીઓને સામેલ કરી શકે છે.

યશસ્વી જયસ્વાલને B ગ્રેડમાં પ્રવેશ મળી શકે

જણાવી દઈએ કે BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ચાર ગ્રેડમાં વહેંચાયેલો છે. આ ચાર ગ્રેડ A+, A, B અને C છે, જેમાં A+ ખેલાડીઓને આખા વર્ષ માટે 7 કરોડ રૂપિયા મળે છે. જ્યારે A ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 5 કરોડ રૂપિયા, B ગ્રેડના ખેલાડીઓને 3 કરોડ અને C ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે. આવી સ્થિતિમાં યશસ્વી જયસ્વાલને B ગ્રેડમાં પ્રવેશ મળી શકે છે. જ્યારે શિવમ દુબે C ગ્રેડમાં જગ્યા બનાવી શકે છે અથવા બંને C ગ્રેડમાં સામેલ થઇ શકે છે.

BCCIના વર્તમાન કોન્ટ્રાક્ટની યાદી

ગ્રેડ A+ : રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા

ગ્રેડ A : હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, રિષભ પંત, અક્ષર પટેલ

ગ્રેડ B : ચેતેશ્વર પૂજારા, કે.એલ રાહુલ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ

ગ્રેડ C : ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડ્ડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કે.એસ ભરત

આ ખેલાડીઓનું કપાઈ શકે છે પત્તું 

શિખર ધવન અને દીપક હુડ્ડાનું C ગ્રેડમાંથી પત્તું કપાઈ શકે છે. આ બંને ખેલાડીઓ લાંબા સમયથી ક્રિકેટના કોઈ ફોર્મેટમાં રમતા દેખાયા નથી. આ સાથે ચેતેશ્વર પૂજારા B ગ્રેડમાંથી બહાર થઇ શકે છે . જયારે કુલદીપ યાદવનું પ્રમોશન B અથવા A ગ્રેડમાં થઇ શકે છે.


adv

Related News

post
post
post
post
post
post
post