• Home
  • News
  • વેલકમ 2021:મુંબઈમાં નાઇટ કફર્યૂ પહેલાં જ બીચ પર ઊમટી પડી ભીડ; બંગાળના દુર્ગાપુરમાં DJની ધૂન પર ઠૂમકા લગાવતા નજરે પડ્યા લોકો
post

બંગાળમાં ડીજેની ધુન પર લોકોએ ઠૂમકા લગાવીને નવા વર્ષનું સ્વાગત કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-01 09:16:23

2021 આવી ગયું છે. દેશભરમાં લોકોએ નવી આશાની સાથે ભારે ઉત્સાહથી નવા વર્ષનું સ્વાગત કર્યું છે. 2020 પાછળ છૂટી ગયું છે. સાથે છૂટી ગી તે આશંકાઓ અને પરેશાનીઓ જે કોરોનાને કારણે આખા વર્ષ દરમિયાન લોકોના મનમાં હતી. 2021માં વેક્સિનની આશા છે, નવા જીવન શૈલીને અપનાવવાના સપનાંઓ છે. સંક્રમણને હરાવવાનો પડકાર છે. પરંતુ આપણો વિશ્વાસ અતૂટ છે અને તૈયારીઓ પણ સારી છે.

આ જ આશા આંખોમાં સેવીને દેશભરમાં નવા વર્ષનું સ્વાગત કરાયું, પરંતુ નાઈટ કર્ફ્યૂની પહેલાં અને કોરોનાની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને. મુંબઈની બીચ પર ભીડ ઊમટી, પરંતુ લોકો સાવધાની દાખવતા જોવા મળ્યાં. બંગાળમાં ડીજેની ધુન પર લોકોએ ઠૂમકા લગાવીને નવા વર્ષનું સ્વાગત કર્યું.

adv

Related News

post
post
post
post
post
post
post