• Home
  • News
  • CSKએ જીતની હેટ્રિક લગાવી:કોલકાતાને 49 રનથી હરાવ્યું; સીઝનનો સૌથી વધુ સ્કોર બનાવીને ટેબલ ટોપર બની
post

બેટિંગમાં અજિંક્ય રહાણે, ડેવોન કોનવે અને શિવમ દુબે ટીમના હીરો હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-24 20:06:48

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં જીતની હેટ્રિક ફટકારી છે. ટીમે ઈડન ગાર્ડન્સ મેદાન પર કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું હતું. બેટિંગમાં અજિંક્ય રહાણે, ડેવોન કોનવે અને શિવમ દુબે ટીમના હીરો હતા. આ જ બોલિંગમાં તુષાર દેશપાંડે અને મહિષ થિક્સાનાએ 2-2 વિકેટ લીધી હતી.

કોલકાતા તરફથી રિંકુ સિંહ અને જેસન રોયે ફિફ્ટી લગાવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ રવિવારે ડબલ હેડરની છેલ્લી મેચમાં 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 8 વિકેટે 186 રન જ બનાવી શકી હતી.

પાવરપ્લેમાં નબળી શરૂઆત
236
રનના વિશાળ ટાર્ગેટને ચેઝ કરતા કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પ્રથમ ઓવરમાં સુનીલ નારાયણ અને બીજી ઓવરમાં નારાયણ જગદીસનની વિકેટ ગુમાવી હતી. વેંકટેશ અય્યર અને નીતીશ રાણાએ ઇનિંગ્સને સંભાળી હતી, પરંતુ ટીમ 6 ઓવરમાં 2 વિકેટે 38 રન જ બનાવી શકી હતી.

IPL 2023માં સૌથી મોટો સ્કોર
ચેન્નાઈએ 20 ઓવરમાં 235 રનનો સ્કોર બનાવ્યો હતો. આ સીઝનનો આ સૌથી મોટો સ્કોર છે. ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદનો રેકોર્ડ તોડ્યો હતો. હૈદરાબાદે કોલકાતા સામે 14 એપ્રિલે ઈડન ગાર્ડન્સ મેદાનમાં જ 228 રન બનાવ્યા હતા. સીઝનનો ત્રીજો મોટો સ્કોર માત્ર ચેન્નાઈના નામે છે. ટીમે 17 એપ્રિલે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુ સામે 226 રન બનાવ્યા હતા.

રહાણે-દુબેની વિસ્ફોટક ભાગીદારી
કોનવેની વિકેટ પડ્યા બાદ અજિંક્ય રહાણેએ શિવમ દુબે સાથે મળીને ચેન્નાઈના ઇનિંગને વેગ આપ્યો હતો. બંનેએ માત્ર 32 બોલમાં 85 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં અજિંક્ય રહાણેએ 11 બોલમાં 33 અને શિવમ દુબેએ 21 બોલમાં 50 રન બનાવ્યા હતા. દુબેના આઉટ થયા બાદ આ ભાગીદારી તૂટી ગઈ હતી. રહાણેએ 29 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી.

કોનવેની સતત ચોથી ફિફ્ટી
CSK
ના ઓપનર ડેવોન કોનવેએ 34 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. આ ટુર્નામેન્ટમાં તેની સતત ચોથી ફિફ્ટી છે અને તેની IPL કારકિર્દીની સાતમી ફિફ્ટી છે. તે 40 બોલમાં 56 રન બનાવીને વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. કોનવેએ કોલકાતા પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ સામે પણ ફિફ્ટી ફટકારી હતી.

પાવરપ્લેમાં CSKની ઝડપી શરૂઆત
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા, ડેવોન કોનવે અને રૂતુરાજ ગાયકવાડે ચેન્નાઈ સુપર કિંગ્સને ઝડપી શરૂઆત કરી હતી. બંનેએ પાવરપ્લેમાં વિકેટ ગુમાવ્યા વિના ટીમનો સ્કોર 59 સુધી પહોંચાડ્યો હતો. ગાયકવાડ 20 બોલમાં 35 રન બનાવીને સુયશ શર્માનો શિકાર બન્યો હતો, પરંતુ આઉટ થતા પહેલા તેણે કોનવે સાથે 73 રનની ભાગીદારી કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post