• Home
  • News
  • CWG 2022: પીવી સિંધુએ જીત્યો 'ગોલ્ડ' ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને આપી માત
post

બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-08 17:51:48

નવી દિલ્હી: ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ધૂમ મચાવી દીધી છે. તેમણે સિંગલ્સ ફાઈનલ મેચમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લી ને સતત બે ગેમમાં કારમી હાર આપી છે. પીવી સિંધુએ ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને હરાવીને ભારતને 19 મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. દુનિયાની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી.પહેલી ગેમમાં મિશેલએ સિંધુને થોડી ટક્કર આપી હતી પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેમને કોઈ તક આપી નહીં. બીજી ગેમ ભારતની સ્ટાર શટલરે 21-13 થી જીતી લીધી. આ સાથે જ સિંધુએ કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં પોતાનો આ પહેલો ગોલ્ડ જીત્યો છે.

બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે જ્યારે 2018 કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.પીવી સિંધુ અને મિશેલ લી અગાઉ એક-બીજા સામે 10 વખત રમી ચૂક્યા છે. જેમાં પીવી સિંધુએ 8 વખત મેચ જીતી છે જ્યારે બે વખત મિશેલને જીત મળી છે. સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુની શાનદાર ગેમ સતત ચાલુ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022ના સેમિફાઈનલમાં પીવી સિંધુએ સિંગાપોરની વાય જિયા મિનને હરાવ્યા હતા. આ મેચને સિંધુએ 21-19, 21-17 થી પોતાના નામે કરી હતી.

સિંધુ V/S મિશેલ

પહેલી ગેમ: 21-15 થી સિંધુની જીત

બીજી ગેમ: 21-13થી સિંધુ જીત્યા