• Home
  • News
  • નિવાર વાવાઝોડું નબળું પડ્યું, પરંતુ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સર્જાયા
post

ચક્રવાતી તોફાન નિવાર પુડુચેરી 25 નવેમ્બરની રાતે 11.30 વાગ્યાથી લઈને 26 નવેમ્બરની રાતે 2.30 વાગ્યાની વચ્ચે પસાર થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 10:03:15

બંગાળની ખાડી (Bay of Bengal coast)માંથી સર્જાયેલ ચક્રવાતી તોફાન નિવાર (Cyclone Nivar) નબળું પડીને અતિ ગંભીર શ્રેણીમાંથી ગંભીર શ્રેણીમાં આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર 26 નવેમ્બરે મધરાતે 2.30 વાગ્યે પુડુચેરી (Puducherry) ક્રોસ કરી ગયા બાદ તેની 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઘટીને 100-110 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી. આ વાવાઝોડા બાદ ચારેબાજુ વિનાશના દ્રશ્યો સર્જાયા હતા. વાવાઝોડું ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. આગામી છ કલાકોમાં તે નબળું પડી જશે. તામિલનાડુ અને પુડુચેરીના અધિકારીએ વાવાઝોડાથી ઊભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે અનેક ઉપાયો કર્યા છે. તામિલનાડુ (Tamilnadu) અને પુડુચેરીમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ તામિલનાડુના કુડુલોર, મહાબલીપુરમ સહિત અનેક શહેરોમાં ભારે વરસાદ પડ્યો છે. પુડુચેરીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તામિલનાડુના કુડુલોરમાં 25 નવેમ્બરના રોજ સવારે સાડા આઠ વાગ્યાથી 26 નવેમ્બર રાતે 1.30 વાગ્યા સુધીમાં 244 એમએમ વરસાદ અને પુડુચેરીમાં 225 એમએમ વરસાદ નોંધાયો છે. તામિલનાડુમાં એક લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડાયા છે.

3 કલાક પછી તોફાનની તીવ્રતામાં ઘટાડો આવશે પણ કાલે પણ વરસાદ પડશે. રાહત અને બચાવ કાર્ય માટે INS જ્યોતિ પહેલેથી જ તમિલનાડુ પહોંચી ગયું છે અને INS સુમિત્ર વિશાખાપટ્ટનમથી રવાના થઈ ગયું છે.

ચક્રવાતી તોફાન નિવાર પુડુચેરી 25 નવેમ્બરની રાતે 11.30 વાગ્યાથી લઈને 26 નવેમ્બરની રાતે 2.30 વાગ્યાની વચ્ચે પસાર થયું. ત્યારબાદ તેની ઝડપ ઘટી રહી છે. હવે તેની કેટેગરી severe cyclonic stormની છે. પુડુચેરીથી આગળ હવે પવનની ગતિ ઓછી થઈને 65થી 75 કિમી પ્રતિ કલાક થઈ જશે.

જો કે આ તોફાને તામિલનાડુ અને પુડુચેરીમાં ખુબ નુકસાન પહોંચાડ્યું છે. રાત હોવાના કારણે પ્રભાવિત વિસ્તારોની બરાબર તસવીરો પ્રાપ્ત થઈ રહી નથી. પરંતુ વરસાદ અને તોફાનના કારણે વિસ્તારમાં જનજીવન ઠપ થઈ ગયું છે. ચેન્નાઈ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. જ્યારે મહાબલિપુરમમાં પણ ભારે વરસાદના અને પવન ફૂંકાવવાના કારણે અનેક વૃક્ષ જમીનદોસ્ત થયા.

રાહત સામગ્રી પહોંચાડવા માટે INS સુમિત્રા રવાના

પુર બાદ રાહત સામગ્રી પહોંચાડવા માટે INS સુમિત્રાને વિશાખાપટ્ટનમથી રવાના કરી દેવાયું છે. INS સુમિત્રાની સાથે INS જ્યોતિને પણ રાહત સામગ્રી પહોંચાડવાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. બંને જળયાનોનું કામ તામિલનાડુ તટના કિનારે જરૂરી સ્થળો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનો છે.

પુડુચેરીના એલજી કિરણ બેદીએ જો કે ટ્વીટ કરીને કહ્યું હતું કે હાલ રાતેના 3 વાગ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે લોકોને 5 વાગ્યા સુધી સંભાળીને રહેવા પણ જણાવ્યું હતું.

તમિલનાડુના 16 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નઈ, વેલ્લોર, કુડ્ડાલોર, વિલુપુરમ, નાગાપટ્ટિનમ,થિરૂવરુર, ચેંગાલપટ્ટૂ અને પેરમ્બલોર જેવા શહેર સામેલ છે. તમિલનાડુથી 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પુડ્ડુચેરીથી 7 હજાર લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post