• Home
  • News
  • કોડિનાર APMCમાં 8 હજાર ગુણી મગફળી પલળી
post

'મહા'વાવાઝોડાના કારણે ગીર સોમનાથ શુક્રવારની મધ્યરાત્રિએ વરસેલા વરસાદે તારાજી સર્જી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-02 13:05:57

ગીર સોમનાથ : 'મહા'વાવાઝોડાના કારણે ગીર સોમનાથ શુક્રવારની મધ્યરાત્રિએ વરસેલા વરસાદે તારાજી સર્જી છે. જિલ્લાના કોડિનાર શહેરના માર્કેટિંગ યાર્ડમાં આવેલી 8 હજાર ગુણી મગફળીની ગુણી પલળી જતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. બીજી તરફ આ મગફળી જે વેપારીઓએ ખરીદી અને બીલ ચુકવણી કરી હતી તેમના માથે પણ નુકશાનીનું સંકટ તોળાઈ રહ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર, ઉના, કોટડા, માઢવાડ, બાવાના પીપળવા, સહિતના દરિયા કાંઠે એક કલાકમાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે લાભ પાંચના શુભ મહૂર્તે કોડિનાર APMCમાં મોટી માત્રામાં મગફળીની  આવક થઈ હતી. આ મગફળી વરસાદમાં પલળી જતા પાણીમાં તરતી જોવા મળી હતી. જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં પણ ગતરાત્રિએ વરસાદ વરસ્યો છે અને ઠેકઠેકાણેથી ખેતીની નુકશાનીના દૃશ્યો આવી રહ્યા છે.