• Home
  • News
  • સુપ્રીમ કોર્ટે મલવિંદર અને શિવિંદર સિંહને અવમાનના કેસમાં દોષી ઠેરવ્યા
post

સુપ્રીમ કોર્ટે રૈનબેક્સીના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહ(45) અને શિવિંદર સિંહ (43)ને કોર્ટની અવમાનના આરોપી ઠેરવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-15 16:44:01

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રૈનબેક્સીના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહ(45) અને શિવિંદર સિંહ (43)ને કોર્ટની અવમાનના આરોપી ઠેરવ્યા છે. જાપાનની દાવા કંપની દાઈચી સૈંક્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે નિર્ણય આપ્યો છે. આ કેસ 3,500 કરોડ રૂપિયાના આર્બિટ્રેશન એવોર્ડનો છે. દાઈચીના કહ્યાં પ્રમાણે, મલવિંદર-શિવિંદરે આ રકમની ચુકવણી કરી નથી. દાઈચીએ આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટમાં બન્ને ભાઈઓ વિરુદ્ધ અવમાનના અરજી પણ કરી હતી. તેમના કહ્યાં પ્રમાણે, બન્ને ભાઈ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને તેમની સંપત્તિઓને ઠેકાણે લગાવી રહ્યા છે.

દાઈચીએ 2008માં રૈનબેક્સીને ખરીદી હતી. ત્યારબાદ કહ્યું કે, મલવિંદર-શિવિંદરે રૈનબૈક્સી વિશે રેગ્યુલેટરી ખામીઓ જેવી મહત્વની જાણકારીઓ છુપાવી છે. આ દલીલ સાથે તેમને સિંગાપુર ટ્રિબ્યૂનલમાં ફરિયાદ કરી હતી. ટ્રિબ્યૂનલે દાઈચીના પક્ષમાં નિર્ણય આપતા કહ્યું કે, મલવિંદર-શિવિંદરને ચુકવણીના આદેશ આપ્યા હતા. સિંહ ભાઈઓએ તેને ભારત અને સિંગાપુરની કોર્ટમાં પડકાર આપ્યો હતો, પરંતુ કોઈ રાહત મળી ન હતી. દિલ્હી હાઈકોર્ટે જાન્યુઆરી 2018માં ઓર્બિટ્રેશન એવોર્ડનો નિર્ણય ચાલું રાખ્યો હતો.

મલિંવદર અને શિવિંદર રેલિગેયર ફિનવેસ્ટ(RFL)કંપનીમાં 2397 કૌભાંડના આરોપમાં જેલમાં છે. દિલ્હી પોલીસની આર્થિક ગુનાની શાખાએ ગત મહિને તેમની ધરપકડ કરી હતી. મલવિંદરને ગુરુવારે જેલમાં જ EDએ પણ ઝડપી પાડ્યો હતો. રેલિગેયર ફિનવેસ્ટ કેસમાં ED મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. RFL રેલિગેયર એન્ટરપ્રાઈજેજની સબસીડી છે. મલવિંદર અને શિવિંદર રેલિગેયર એન્ટરપ્રાઈજેજના પણ પૂર્વ પ્રમોટર છે.