• Home
  • News
  • દીકરીએ પણ આપઘાતનો રસ્તો અપનાવ્યો:સુરતમાં પરિવારના 4 સભ્યનાં સામૂહિક આપઘાતમાં મોત, હવે મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો, હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે
post

બેકાર પુત્ર બહેનોને માર મારતો, મોબાઇલમાં વ્યસ્ત રહેતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-10 17:38:07

સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં મોરડિયા પરિવારના ચાર સભ્યએ બે દિવસ પહેલાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી જીવનનો અંત કર્યો હતો. આ પરિવારમાંથી એક દીકરો અને મોટી દીકરી બચી ગયાં હતાં. હવે આ મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પરિવારના 6માંથી 2 સભ્ય જ બચ્યા
સરથાણાના યોગીચોક પાસે વિજયનગરમાં રહેતા વિનુ મોરડિયા, તેમની પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી ટીનાએ એકસાથે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. વિનુ મોરડિયાએ આત્મહત્યા કરતાં પહેલાં પોતાના મોટા ભાઇને ફોન કરીને ઘરનો સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રુચિતાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું. દરમિયાન પોલીસે આ કેસમાં સ્થાનિકો તેમજ તેના તેમના મોટા ભાઇ સહિત પરિવારના અન્ય સભ્યોનાં નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું.

 

પરિવારના વધુ એક સભ્યનો પણ આપઘાતનો પ્રયાસ
પોલીસ નિવેદનો નોંધી રહી છે, દરમિયાન જ મોરડિયા પરિવારના વધુ એક સભ્ય એવી મોટી દીકરી રુચિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તો તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરિવારના વધુ એક સભ્યએ પણ આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન
સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે, મોરડિયા પરિવારની મોટી દીકરી રુચિતાએ આજે બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું, જેની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી. હાલ તો ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.

દીકરાના કારણે સામૂહિક આપઘાતની આશંકા
સરથાણામાં મોરડિયા પરિવારે કરેલી સામૂહિક આત્મહત્યા કેસમાં વિનુ મોરડિયાનો મોટો પુત્ર પાર્થ 21 વર્ષની ઉંમરનો છે. ઘરનો મોટો પુત્ર કોઈ કામધંધે જતો નહોતો, જેના કારણે ઘરમાં કંકાસ અને ઝઘડાઓ થતા હતા. લગ્નની ઉંમર છતાં પુત્ર કામ કરતો ન હોવાથી પિતાને વધુ ને વધુ ચિંતા કોરી ખાતી હતી. એ કારણે તેમણે, પત્ની અને બે સંતાનોએ આત્મહત્યા કરી હોવાનું અનુમાન પોલીસ દ્વારા સેવવામાં આવ્યું છે.

બેકાર પુત્ર બહેનોને માર મારતો, મોબાઇલમાં વ્યસ્ત રહેતો
મોટો પુત્ર કામધંધો ન કરતો હોવાથી ઘરમાં ઝઘડો થવા ઉપરાંત તેની ઉંમર લગ્નની થઇ હતી, કોઇ યુવતીના માગા આવે એવા સમયે પુત્ર કંઇ કામ ન કરતો હોય એ ચિંતા પણ વિનુભાઇને સતાવતી હતી. આ ઉપરાંત પુત્ર સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતો અને ઘરમાં નાની બહેનો સાથે મારઝૂડ કરતો. આ તમામ બાબતોને લઇ ચિંતિત રહેતા વિનુભાઇએ આખરે પરિવાર સાથે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરાઇ છે.

adv

Related News

post
post
post
post
post
post
post