• Home
  • News
  • ડેથ રેટ 10 % હતો જે ઘટીને 4.3 % થયો, કોરોના રિકવરી રેટ દેશમાં 28% જ્યારે સુરતમાં સૌથી વધુ 41% પર
post

264 સિવિલ અને 141 કેસ સમરસમાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 12:17:31

સુરત: જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 753 પર પહોંચી ગયો છે. જેમાંથી 264 દર્દી સિવિલ હોસ્પિટલમાં છે. જ્યારે અન્ય 141 સમરસ હોસ્ટેલમાં છે. જેથી સક્રિય કેસો ઓછા છે. જિલ્લાનો મૃત્યુઆંક 33 છે. જેથી ડેથ રેટ પહેલા 10 ટકા હતો તે ઘટીને હવે 4.3 ટકા થઈ ગયો છે. કુલ ડિસ્ચાર્જ 315 થતા રિકવરી રેટ 41 ટકા પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતમાં રિકવરીનો રેટ 28 ટકા છે.

રિકવરીનો આંક 315 પર પહોંચી ગયો

શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 753 થઈ ગઈ છે. મંગળવારે સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા વધુ એક વૃદ્ધ દર્દીનું ટુકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ સાથે કોરોનામાં શહેર જિલ્લામાં કુલ મૃત્યુઆંક 33 થઈ ગયો છે. જ્યારે મંગળવારે સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાંથી કોરોના સામે જંગ લડી સાજા થયેલા 32 અને જિલ્લામાંથી 1 દર્દી મળી કુલ 33 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેથી રિકવરીનો આંક 315 પર પહોંચી ગયો છે.

સિવિલમાં 264 અને સમરસમાં 141 તેથી સક્રિય કેસો ઓછા થયાં છે

પાલિકા કમિશનર બંછાનિધી પાનીના જણાવ્યા પ્રમાણે, કુલ પોઝિટિવ કેસ નોંધાયા છે જે પોઝિટિવીટી રેટ 5.3 ટકા છે. તેમાંથી 264 સિવિલમાં બીજા 141 સમરસમાં છે એટલે સક્રિય કેસો ઓછા છે. કુલ મરણ 33 થઈ છે. ફેટાલીટી રેટ પહેલા 10 ટકા હતો તે ઘટીને હવે 4.3 ટકા છે. કુલ ડિસ્ચાર્જ 315 થતાં રિકવરી રેટ 41 ટકા છે. કુલ 13268 ટેસ્ટિંગ થયા છે 3200 પર મિલિયનના ટેસ્ટ કરીએ છીએ. 2227 ક્વોરન્ટીનમાં છે. કોવિડ કેર સેન્ટર સમરસમાં 119 વ્યક્તિ છે તેમાંથી 16 ડિસ્ચાર્જ થયાં છે. 

એક્ટિવ સર્વેલન્સનો 5મો રાઉન્ડ શરૂ

પાલિકા કમિશનર બંછાનિધી પાનીના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં 4 રાઉન્ડ પૂર્ણ થઈ ગઈ છે હાલ 5 મો રાઉન્ડ એક્ટિવ સર્વેલન્સનો ચાલી રહ્યો છે. સૌથી અગત્યનું કોન્ટેક્ટ ટ્રેસિંગ છે. જ્યાં પણ પોઝિટિવ કેસ આવે છે તેમના આજુબાજુના હાઈરિશ્ક અને લો રિશ્ક વિસ્તારમાં કેવી રીતે ચેપ પહોંચાડ્યો તેમનો રૂટ કઈ રીતે છે તે ખુબ અગત્યનું છે તે માટે 209 ટીમો અને સર્વેલન્સ માટે 1283 ટીમ બનાવવામાં આવી છે. જેના થકી 128 એઆરઆઈના કેસો મળ્યા છે. સ્લમ વિસ્તારમાં ફિવર ક્લિનિકમાં વધારો કરી 31 કરાયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post