• Home
  • News
  • પાંચ દર્દીનાં મોત દાખલ થયાના બીજા જ દિવસે થયા, વધુ 19 મોત સાથે અમદાવાદમાં મૃત્યુઆંક 400એ પહોંચ્યો
post

શહેરમાં પ્રથમ 100 મોત 35 દિવસમાં જ્યારે છેલ્લાં 100 મોત 5 દિવસમાં થયાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 10:40:15

અમદાવાદ: અમદાવાદમાં સોમવારે વધુ 19 દર્દીઓના મૃત્યુ થયા હતા. જેમાં સૌથી વધુ અગિયાર દર્દીના મોત સિવિલ હોસ્પિટલમાં થયા હતા. ચાર દર્દી સોલા સિવિલમાં, બે એસવીપીમાં, એક નારાયણી અને એક જીસીએસ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. શહેરમાં મોતનો કુલ આંકડો 400 પર પહોંચી ગયો છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 6 હજારને પાર થઈ છે. 


કુલ 19માંથી 6 દર્દીઓના મૃત્યુ માત્ર કોરાનાના કારણે થયા હતા જયારે 13 દર્દીઓને કોરોના ઉપરાંત અન્ય મલ્ટિપલ બીમારી હતી. જેમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન, અસ્થમા સહિતની બીમારી હોવાનું જાણવા મળ્યું છે.જમાલપુરમાં ક્રિશ્યન સ્ટ્રીટમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધને 20 એપ્રિલે એસવીપીમાં દાખલ કર્યા હતા.તેઓ હાઈપર ટેન્શનના દર્દી લાંબા સમયથી હાયપર ટેન્શનની બીમારીથી પીડાતા હતા. દરમિયાનમાં તેમને કોરોના થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 21 દિવસ સુધી સતત એસવીપીમાં તેમની સારવાર ચાલી. દરમિયાનમાં તેમનું સોમવારે મૃત્યુ થયુ હતુ. 


અત્યાર સુધી શહેરમાં થયેલા 400 મોત પૈકી 21 દિવસની સારવાર પછી મૃત્યુ થયાની આ પહેલી ઘટના છે. સોમવારે નોંધાયેલા અન્ય મૃત્યુમાં ઠક્કરનગરના 62 વર્ષીય વૃદ્ધનું પણ 13 દિવસની સારવાર પછી મૃત્યુ થયું હતું. આમ, મોત થવા પાછળ હવે લેટ એડમિશન કારણભૂત રહ્યાં નથી. પરંતુ કોરોનાના વાઈરસનો ચેપ દર્દીઓના શરીરમાં એટલો ઘાતક બની જતો હોવાના કારણે દવાની અસર નહીં થતી હોવાનું તબીબોનું માનવું છે. 19માંથી 5 દર્દીના મોત દાખલ થયાના બીજા દિવસે થયા. જયારે અન્ય તમામ દર્દીના મૃત્યુ ત્રણ, 5 અને 8 દિવસ પછી થયા છે. કુલ 19 મૃત્યુમાંથી 10 મૃતકો રેડઝોન જાહેર કરેલા વોર્ડમાં રહેતા હતા. સૌથી વધુ મોત જમાલપુરમાં ત્રણ, ખાડિયા, દાણીલીમડા અને ઠક્કરનગરમાં બે-બે વ્યકિતના, પાલડી, નવંરગપુરા, શાહપુર, ઈન્દ્રપુરી, ઈસનપુર, બાપુનગર, સ્ટેડિયમ,  મકતમપુરા અને દરિયાપુરમાં એક-એક વ્યકિતના થયા હતા. શહેરમાં કોરોનાથી પ્રથમ 100 મોત 35 દિવસમાં, બીજા 100 મોત 7 દિવસમાં, ત્રીજા 100 મોત 4 દિવસ અને ચોથા 100 મોત 5 દિવસમાં થયા છે. 


અત્યાર સુધી સિવિલમાં 250, SVPમાં 96 મોત
શહેરમાં કોવિડની સારવાર સિવિલ અને એસવીપીમાં થાય છે. શહેરમાં કુલ 400 દર્દીના મોત થયા છે. જેમાં 250થી વધુ મોત માત્ર સિવિલમાં જયારે 96 મોત એસવીપી થયા છે. અન્ય મોત સોલા સિિવલ, ગુજરાત કેન્સર સોસાયટી, નારાયણી સહિતની ખાનગી હોસ્પિટલોમાં થયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post