• Home
  • News
  • વર્ગ-4ના કર્મચારીઓની દીકરીઓના હિતમાં નિર્ણય, CM ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટ સોગાદોની હરાજી થશે
post

આ પ્રણાલી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-14 19:34:21

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય જાહેર કર્યો છે. તેમને મળેલી ભેટને હરાજી કરી સચિવાલયમાં કામ કરતાં 4થા વર્ગનાં કર્મચારીઓની દીકરીઓનાં અભ્યાસ માટે આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તોષખાનાની ભેટ -સોગાદોનો સર્વે કરવા માટે અધિકારીઓને સુચના પણ આપી દીધી છે. આ પ્રણાલી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી. 

હરાજીની રકમ સચિવાલયમાં કામ કરતાં 4થા વર્ગનાં કર્મચારીઓની દીકરીઓનાં અભ્યાસમા અપાશે

CM ભૂપેન્દ્ર પટેલે આજે પોતાનો મોટો નિર્ણય જાહેર કર્યો છે. જેમા તેમને મળેલી ભેટને હરાજી કરવામાં આવશે અને હરાજીમાથી મળેલી રકમને દીકરીઓનાં અભ્યાસ માટે વાપરવામાં આવશે. આ હરાજીની રકમ સચિવાલયમાં કામ કરતાં 4થા વર્ગનાં કર્મચારીઓની દીકરીઓનાં અભ્યાસ માટે આપવામાં આવશે. આ બાબતે ભૂપેન્દ્ર પટેલે તોષખાનાની ભેટ -સોગાદોનો સર્વે કરવા માટે અધિકારીઓને સુચના પણ આપી દીધી છે. આ પ્રણાલી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી. જે પછી આજે ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રણાલી અપનાવી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post