• Home
  • News
  • PM મોદીની ગુજરાત મુલાકાતને લઈ નિર્ણય:વિધાનસભા સત્રની 22-23 ફેબ્રુઆરીએ બેઠક નહીં મળે, બાકી રહેલી બેઠક આ રીતે એડજસ્ટ કરાશે
post

પીએમ મોદી તરભ-વાળીનાથ મંદિરના સ્થાપના સમારોહમાં હાજરી આપશે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-13 19:20:19

આગામી 22 અને 23 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને પગલે હાલ ચાલી રહેલા વિધાનસભા બજેટ સત્રની બેઠકો રદ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને પગલે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, આગામી 22 અને 23 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા બેઠક રદ કરવામાં આવી છે.

આ રીતે એડજસ્ટ કરશે 2 દિવસની બેઠકો
વિધાનસભામાં સામાન્ય રીતે રોજ બે બેઠક મળે છે. આમ 22-23 ફેબ્રુઆરીએ રદ કરાયેલી બેઠકમાંથી 2-2 બેઠક 27 અને 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જ્યારે બે-બે બેઠક 15 અને 16 ફેબ્રુઆરીના રોજ મળશે.

15મીએ સવારે બેઠક કર્યા બાદ તમામ ધારાસભ્યો અંબાજી જશે
અંબાજી ખાતે હાલમાં પાંચ દિવસનો પરિક્રમા મહોત્સવ અને નવમો પાટોત્સવ ચાલી રહ્યો છે. દેશ-વિદેશમાંથી માઈભક્તો અંબાજી અને ગબ્બર ખાતે દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં 15મી ફેબ્રુઆરીએ ભાજપ-કોંગ્રેસના તમામ ધારાસભ્યો મા અંબાનાં દર્શન કરવા પધારશે. અંબાજી જતા પહેલા સવારે બજેટ સત્રની બેઠક મળશે. અંબાજી માતાના દર્શનનું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે. ધારાસભ્યો માટે 4 વોલ્વો બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પીએમ મોદી તરભ-વાળીનાથ મંદિરના સ્થાપના સમારોહમાં હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતના વિસનગર પાસે આવેલા તરભ-વાળીનાથ મંદિરના શિવાલયના સ્થાપના સમારોહ માટે હાજર રહેશે. જ્યારે ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદો સહિત 700 જેટલા નેતાઓ આગામી 17 અને 18 ફેબ્રુઆરીએ દિલ્હી જશે.

adv

Related News

post
post
post
post
post
post
post